World's Powerful Passports 2023/ વિશ્વના પાવરફુલ પાસપોર્ટનું નવું રેન્કિંગ જાહેર, જાણો કયા દેશનો પાસપોર્ટ છે ‘અપ’ અને કયો છે ‘ડાઉન’

લંડનની કંપની હેલ્ને એન્ડ પાર્ટનર્સ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે

India Trending
World's Powerful Passports

World’s Powerful Passports: લંડનની કંપની હેલ્ને એન્ડ પાર્ટનર્સ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. વર્ષ 2023 માટે જારી કરાયેલા આ પાસપોર્ટમાં સૌથી શક્તિશાળીથી લઈને સૌથી નબળા પાસપોર્ટની માહિતી આપવામાં આવી છે. ગ્લોબલ પાસપોર્ટની રેન્કિંગમાં 199 દેશોના પાસપોર્ટ સામેલ કરવામાં આવ્યા છે, જેના પર 227 દેશોમાં મુસાફરી કરી શકાય છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા ડેટા પર આધારિત છે.

કોઈપણ દેશમાં જવા માટે પાસપોર્ટ જ એકમાત્ર ઓળખ છે. તે આંતરરાષ્ટ્રીય મુસાફરીની મંજૂરી આપે છે. પાસપોર્ટ વગર વિદેશ યાત્રા કરવી મુશ્કેલ અને ગેરકાયદેસર છે. ચાલો જાણીએ કે કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને ભારતનો રેન્ક કયો છે.

વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો છે. આ યાદીમાં જાપાન પછી સિંગાપુર અને દક્ષિણ કોરિયા બીજા ક્રમે છે. આ યાદીમાં જર્મની અને સ્પેન ત્રીજા સ્થાને છે. ચોથા ક્રમે ત્રણ દેશો ફિનલેન્ડ, ઈટાલી અને યુરોપનો એક દેશ લક્ઝમબર્ગ છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને સ્વીડન પાંચમા રેન્ક પર છે.

ભારતના પાસપોર્ટનું રેન્કિંગ
ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ 2023માં ભારતનો ક્રમ 85મો છે. જયારે પાડોશી દેશ ભૂટાનનો પાસપોર્ટ 90માં નંબર પર છે. આ ઉપરાંત ચીનના પાસપોર્ટનું રેન્કિંગ 66મું છે. શ્રીલંકાનો પાસપોર્ટ 100માં અને બાંગ્લાદેશનો પાસપોર્ટ 101મા ક્રમે છે. યમનનો રેન્ક 105મો અને મ્યાનમારનો રેન્ક 96મો છે.

પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી ખરાબ પાસપોર્ટ

પાકિસ્તાનમાં આર્થિક સંકટ છે. દરમિયાન, હેલેન પાસપોર્ટ રેન્કિંગમાં પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી ખરાબ પાસપોર્ટ ધરાવતો દેશ છે. સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગમાં પાકિસ્તાન 106માં નંબર પર છે. જ્યારે નેપાળ પાસે આના કરતા સારો પાસપોર્ટ છે, જે 103મા સ્થાને છે. પાકિસ્તાનની નીચે સીરિયા, ઈરાક અને સૌથી છેલ્લે અફઘાનિસ્તાન છે. અફઘાનિસ્તાનનું રેન્કિંગ 109મું છે.

આ પણ વાંચો/ Entertentment/સસ્પેન્ડર પહેરીને ડાન્સ કરવો કેમ હતુ અપમાનજનક , જાણો ‘નાચો-નાચો’ ગીતમાં અભિનેતાના લૂકનો ઈતિહાસ

આ પણ વાંચો/ Tips/શિયાળામાં શુષ્ક અને નિર્જીવ વાળથી છો પરેશાન? તો અપનાવો આ સરળ ઘરેલું ઉપાય

આ પણ વાંચો/ Sabarmati river front/એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં શરુ થશે ક્રુઝ, અપાશે ખાસ સુવિધા