ચમત્કાર/ સૈનિકની છાતીમાં ઘુસ્યો લાઈવ ગ્રેનેડ, સર્જરી બાદ ડોક્ટરે કાઢ્યો,ગમે ત્યારે થઈ શકે છે વિસ્ફોટ

યુક્રેનના એક સૈનિક પર યુદ્ધ દરમિયાન ગ્રેનેડનો હુમલો થયો હતો. જીવંત ગ્રેનેડ સૈનિકની છાતીમાં અટવાઈ ગયો હતો. ડોક્ટરોની ટીમે સર્જરી બાદ ગ્રેનેડને બહાર કાઢ્યો હતો. ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.

World Trending
ગ્રેનેડ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War)ને એક વર્ષ પૂર્ણ થવાનું છે. રશિયન હુમલાથી યુક્રેનને ભારે નુકસાન થયું છે. આ યુદ્ધમાં બંને પક્ષોના હજારો સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જે કોઈ ચમત્કારથી ઓછા નથી. યુદ્ધમાં યુક્રેનનો એક સૈનિક ઘાયલ થયો હતો. ગ્રેનેડ લોન્ચરમાંથી ફાયર કરવામાં આવેલો એક ગ્રેનેડ તેની છાતીને ફાડીને અંદર ઘૂસી ગયો હતો. ગ્રેનેડ છાતીમાં અટવાઈ ગયો, પરંતુ વિસ્ફોટ થયો નહીં.

ઘાયલ સૈનિકને તેની છાતીમાં લાઇવ ગ્રેનેડ સાથે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. યુક્રેનની સેનાના ડોકટરોની એક બહાદુર ટીમે ઘાયલ સૈનિકનું ઓપરેશન કરીને જીવંત ગ્રેનેડને બહાર કાઢ્યો હતો. તે ગ્રેનેડ ગમે ત્યારે ફાટી શકે છે. જો વિસ્ફોટ થયો હોત તો ઇજાગ્રસ્ત સૈનિક તેમજ ઓપરેશન કરી રહેલા ડોકટરનો જીવ ગયો હોત.

તસવીરો વાયરલ થઈ

યુક્રેનિયન સૈન્ય દ્વારા બહાર પાડવામાં આવેલ એક એક્સ-રે ફોટો અને સૈનિકની છાતીમાંથી દૂર કરાયેલ ગ્રેનેડ દર્શાવતા ડોક્ટરનો ફોટો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઘાયલ સૈનિકની સારવાર કરનારા ડોક્ટરોની પ્રશંસા કરી રહ્યા છે. યુક્રેનના ડિફેન્સ ચીફના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સર્જરી દરમિયાન વધુ પડતા રક્તસ્રાવને રોકવા માટે મેજર જનરલ એન્ડ્રે વર્બાએ ઇલેક્ટ્રોકોએગ્યુલેશનનો ઉપયોગ કર્યા વિના ઓપરેશન કર્યું હતું. ગ્રેનેડ ગમે ત્યારે ફાટી શકે છે. જણાવી દઈએ કે રશિયાએ તાજેતરના ભૂતકાળમાં યુક્રેનમાં લડાઈ તેજ કરી છે. પૂર્વી યુક્રેનના સોલેદાર શહેરને કબજે કરવાના પ્રયાસમાં રશિયાએ પોતાનું આક્રમણ વધારી દીધું છે.

આ પણ વાંચો:“સબસ્ટાન્ડર્ડ”: ઉઝબેકિસ્તાનના બાળકોના મૃત્યુ પછી બે ભારતીય સીરપ અંગે WHOની ચેતવણી

આ પણ વાંચો:ચીન કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યો છે,WHOએ ઠપકો આપતા જાણો શું કહ્યું,,,

આ પણ વાંચો:ડર્ટી બોમ્બ શુ છે?જાણો તેના વિશે, બ્રિટન એરપોર્ટ પર યુરેનિયમનું પકેજ મળતા ચકચાર,પાકિસ્તાન કનેકશ બહાર આવ્યું