રાજકોટ/ જામકંડોરણાનો ડાયરો ચર્ચામાં,પૂર્વ ધારાસભ્યના પુત્રે પૂર્વ કેબીનેટ મંત્રીનાં કાકાને માર્યા લાફા

પૂર્વ કેબિનેટ મંત્રીના કાકાને ગોંડલના MLA ના પુત્રએ ફડાકા ઝીકયાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું હતું. ત્યાર બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો.

Gujarat Rajkot
જામકંડોરણા

ગોંડલના MLAના પુત્રે ફડાકા ઝીંક્યાની વાતે સોશિયલ મીડિયામાં જોર પકડ્યું હતું. રાજકોટ જીલ્લાના જામકંડોરણમાં ગૌસેવાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રીના કાકાને ગોંડલના MLA ના પુત્રએ ફડાકા ઝીંક્યાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું હતું. ત્યાર બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો. મળતી માહિતી મુજબ, જામકંડોરણામાં રાદડિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાં બીજા દિવસે ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અને વિઠ્ઠલભાઇના નાનાભાઇ વચ્ચે બોલાચાલી થતાં પૂર્વ ધારાસભ્યના પુત્રએ ઉશ્કેરાઇને વિઠ્ઠલભાઈના નાના ભાઈને ફડાકા ઝીંકી દીધાની વાત ચર્ચામાં આવી હતી. જેને પાછળથી બંને પરિવાર દ્વારા અફવાહ ગણાવાઈ હતી.

ડાયરામાં લાખો રૂપિયાનો ઘોળ કરવામાં આવ્યો હતો, ડાયરો યોજાયાને બે દિવસ વીતી ગયા બાદ સોમવારે વાત ફરતી થઇ હતી કે, કલાકારો પર પૈસાનો ઘોળ કરવા માટે છૂટા પૈસા લેવા જતાં તુંકારો દેવાના મુદ્દે ગોંડલ ધારાસભ્ય ના પુત્ર અને વિઠ્ઠલભાઇના નાનાભાઇ વચ્ચે બોલાચાલી થતાં ધારાસભ્ય ના પુત્રએ ઉશ્કેરાઇને વિઠ્ઠલભાઈ ના નાના ભાઈને ફડાકા ઝીંકી દીધા હતા. મામલો તંગ થતાં વિઠ્ઠલભાઇના પુત્રએ  વળતો પ્રહાર કરવા દોડ્યા હતા પરંતુ ત્યાં હાજર લોકોએ તેમને રોકી લીધા હતા.

આ ઘટના અંગે સોમવારે જોરશોરથી આ ચર્ચા શરૂ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી, દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો કે, અમારે બે પેઢીનો સંબંધ છે, આ પરિવાર સાથે ક્યારેય કોઇ માથાકૂટ થઇ નથી, ડાયરામાં કોઇપણ પ્રકારની ઘટના બની જ નથી, કોઇ હિતશત્રુએ આ વાત ફેલાવી બંને પરિવારના સંબંધોમાં મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. આથી કોઈએ ખોટી અફવામાં આવી ગેરમાર્ગે દોરાવવું નહીં.

આ પણ વાંચો:પીએમ નરેન્દ્ર મોદીએ શિમલામાં રોડ શોમાં દરમિયાન અચાનક ગાડી રોકી

આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ  કેન્દ્ર પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- 2024માં ભાજપની નો એન્ટ્રી

આ પણ વાંચો:વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષિકા પર કર્યું ફાયરીંગ 

logo mobile