Not Set/ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા પાછી ખેંચાઇ, હવે મળશે Z+ સુરક્ષા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશનાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. તેમની એસપીજી સુરક્ષાને પાછી ખેંચી લેવામાં આવી છે. તેના બદલે તેમને Z+ પ્રોટેક્શન આપવામાં આવશે. ગૃહ મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી ગુપ્ત માહિતીની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે તેમને નિયમિત સમીક્ષા ગણાવી છે અને […]

India
dr manmohan singh પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા પાછી ખેંચાઇ, હવે મળશે Z+ સુરક્ષા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશનાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. તેમની એસપીજી સુરક્ષાને પાછી ખેંચી લેવામાં આવી છે. તેના બદલે તેમને Z+ પ્રોટેક્શન આપવામાં આવશે. ગૃહ મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી ગુપ્ત માહિતીની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે તેમને નિયમિત સમીક્ષા ગણાવી છે અને કહ્યું છે કે, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની સુરક્ષા કવર મળશે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર એસપીજી સુરક્ષા કવરને લઇને વાર્ષિક સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર આવી સમીક્ષાઓ સમય-સમય પર થતી રહે છે અને સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી માહિતીનાં આધારે નિર્ણય લેવામાં આવે છે. મનમોહન સિંહને Z+ પ્રોટેક્શન કવર મળવાનું ચાલુ રહેશે. અહી દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના બે સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ એસપીજી સુરક્ષા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મનમોહન 2004 થી 2014 સુધી 10 વર્ષ દેશનાં વડા પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. તેમની નજીકનાં સુત્રો કહે છે કે, તેમને તેમની સલામતી વિશે વ્યક્તિગત રૂપે ચિંતા નથી અને તેમણે કહ્યું છે કે, સરકારના નિર્ણયથી તેમને કોઈ સમસ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, એસપીજી સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન અને તેમના પરિવારોને આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.