Not Set/ પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં કરાયા ભરતી

જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બોડીનાં અટકાયત કેન્દ્રમાં પ્લેટલેટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થતાં શરીફની તબિયત લથડી હતી. નવાઝ શરીફ 24 ડિસેમ્બર, 2018 થી જેલની સજા ભોગવી રહ્યા છે. શરીફને જવાબદેહી અદાલતે તેમને અલ અઝીઝિયા સ્ટીલ મિલ્સ કેસમાં દોષી ઠેરવીને સાત વર્ષની જેલની […]

Top Stories World
Nawaz Sharif 1 પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં કરાયા ભરતી

જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બોડીનાં અટકાયત કેન્દ્રમાં પ્લેટલેટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થતાં શરીફની તબિયત લથડી હતી.

નવાઝ શરીફ 24 ડિસેમ્બર, 2018 થી જેલની સજા ભોગવી રહ્યા છે. શરીફને જવાબદેહી અદાલતે તેમને અલ અઝીઝિયા સ્ટીલ મિલ્સ કેસમાં દોષી ઠેરવીને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. પાકિસ્તાનમાં ત્રણ વખત વડા પ્રધાન રહી ચુકેલા શરીફને સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરીફનાં અંગત ચિકિત્સક ડૉ.અદનાન ખાને સોમવારે એક ટ્વિટમાં કહ્યું, “પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પ્લેટલેટનાં કાઉન્ટમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, તે અનેક પ્રકારનાં રોગોથી થઈ શકે છે અને આ જ કારણે શરીફને હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની જરૂરત છે.

આ મુદ્દે ઇમરાન ખાને કહ્યું, “મેં સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલા ભરવા અનુરોધ કર્યો છે.” ખાને કહ્યું કે તેઓ રાષ્ટ્રીય જવાબદેહી કોર્ટ (એન.એ.બી.) જેલમાં શરીફને મળ્યા અને તે એકવાર જોઇને જ બીમાર દેખાતા હતા. પીએમએલ-એનનાં પ્રમુખ અને નવાઝ શરીફનાં ભાઈ શાહબાઝ શરીફે આરોપ લગાવ્યો કે તેમના મોટા ભાઈની તબિયત લથડતી હોવા છતાં તેમને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હોતા. તેમણે કહ્યું કે જો નવાઝ શરીફને કંઇપણ થશે તો વડા પ્રધાન ઇમરાન ખાન તેના માટે જવાબદાર રહેશે. આપને જણાવી દઇએ કે, નવાઝ શરીફ અલ અઝીઝિયા મિલ ભ્રષ્ટાચાર કેસમાં 7 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં શરીફ 25 ઓક્ટોબર સુધી એનએબીની કસ્ટડીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.