Pakistan Results/ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે કરી મોટી જાહેરાત, ગઠબંધનની સરકાર બનાવીશું

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો માટે છેલ્લા 24 કલાકથી મતગણતરી ચાલી રહી છે

Top Stories World
3 4 પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે કરી મોટી જાહેરાત, ગઠબંધનની સરકાર બનાવીશું

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો માટે છેલ્લા 24 કલાકથી મતગણતરી ચાલી રહી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને લીડ મળી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પક્ષ બહુમતી હાંસલ કરી શક્યો નથી.  પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દાવો કર્યો છે કે પીએમએલ-એન સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આવી સ્થિતિમાં તેઓ અન્ય પક્ષો સાથે ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યા છે. નવાઝ શુક્રવારે રાત્રે લાહોરમાં પીએમએલ-એન સચિવાલય પહોંચ્યા, ત્યારબાદ તેમણે પાર્ટી સમર્થકોને સંબોધિત કર્યા.

PML-Nના સુપ્રીમો નવાઝ શરીફે પોતાના ભાષણમાં કહ્યું કે હું પણ તમને પ્રેમ કરું છું. હું આજે તમારી આંખોમાં પ્રકાશ અને ચમક જોઈ શકું છું. તેમણે દાવો કર્યો કે આજે આપણે બધા અભિનંદન આપી રહ્યા છીએ કારણ કે આ ચૂંટણીઓમાં PML-N દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ ધ ડોન અનુસાર, નવાઝ શરીફે કહ્યું, “PML-N ગઠબંધન સરકાર બનાવવા માટે PPP, MQM-P, JUI-F નો સંપર્ક કરી રહ્યું છે.” તેમણે તેમના નાના ભાઈ શેહબાઝને ગઠબંધન સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. આસિફ અલી ઝરદારી PPP, JUI-Fના ફઝલુર રહેમાન અને MQM-Pના ખાલિદ મકબૂલ સિદ્દીકી. તેમણે કહ્યું કે, શાહબાઝ શરીફ અને ઈશાક ડાર આજે બેઠક કરશે.