Not Set/ વેસ્ટ ઈંન્ડિઝનાં પૂર્વ બેટ્સમેન લારાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયો ભરતી

વેસ્ટ ઈંન્ડિઝનાં મહાન બેટ્સમેન બ્રાઇન લારાને મંગળવારે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રાઇન લારાને પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. હોસ્પિટલથી કહેવામાં આવ્યુ છે કે તે સત્તાવાર નિવેદન સાથે સામે આવે. ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય […]

Top Stories Sports
Brian Lara વેસ્ટ ઈંન્ડિઝનાં પૂર્વ બેટ્સમેન લારાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયો ભરતી

વેસ્ટ ઈંન્ડિઝનાં મહાન બેટ્સમેન બ્રાઇન લારાને મંગળવારે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રાઇન લારાને પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. હોસ્પિટલથી કહેવામાં આવ્યુ છે કે તે સત્તાવાર નિવેદન સાથે સામે આવે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વેસ્ટ ઈંન્ડિઝનાં પૂર્વ બેટ્સમેન બ્રાઇન લારા હાલમાં ભારતમાં છે અને સ્ટાર સ્પોટ્સ પર ક્રિકેટ એક્સપર્ટની ભૂમિકામાં તે દેખાતા હોય છે. આપને જણાવી દઇએ કે, સ્ટાર સ્પોર્ટ્સ એ ભારતમાં આઇસીસી વિશ્વકપનો સત્તાવાર પ્રસારણકર્તા છે. દુનિયાનાં મહત્તમ બેટ્સમેનોમાં રહેલા ત્રિનિદાદનાં 50 વર્ષિય બ્રાઇન લારાને એક કાર્યક્રમ દરમિયાન બેચેની થવા લાગી હતી. જે પછી તેને પરેલનાં ગ્લોબલ હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યો હતો. સુત્રોનું કહેવુ છે કે, બ્રાઇન લારાને કેમ ભરતી કરવામા આવ્યો અને હાલમાં તેની શારીરિક સ્થિતિ શું છે જેના પર હોસ્પિટલ અધિકારીઓએ ચુપ્પી રાખવી જરૂરી સમજ્યુ છે. જો કે તેવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે થોડા સમયમાં લારાની હાલત પર નિવેદન સામે આવી શકે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વેસ્ટ ઈંન્ડિઝનાં બ્રાઇન લારાએ 131 ટેસ્ટ મેચોમાં 11,953 રન અને 299 વનડે મેચોમાં 10,405 રન બનાવ્યા છે. લારાને દુનિયાનાં સૌથી સફળ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. બ્રાઇન લારાનાં નામે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ છે જે અત્યાર સુધીમાં કોઇ તોડી શક્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.