રાજકોટ/ રાજકોટમાં નાગરિક બેન્કમાં એક ના ડબલ કરવાની સ્કીમ આપનાર ચાર વ્યક્તિની ધરપકડ કરાઇ

ક્રાઇમ બ્રાંચની ટીમેં એક કા ડબલ કરવાની સ્કીમ આપનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે. અને તેની પાસેથી કુલ 7.71 લાખ મુદામાલ કબ્જે કરી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Gujarat Rajkot
Untitled 36 રાજકોટમાં નાગરિક બેન્કમાં એક ના ડબલ કરવાની સ્કીમ આપનાર ચાર વ્યક્તિની ધરપકડ કરાઇ

રાજકોટમાં  દિવસે ને દિવસે  ગુનાખોરી ના કેસો વધતાં જોવા મળી રહ્યા  છે .  ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ નાગરીક બેંક બ્રાંચમાંથી રૂ.60 લાખની ઉચાપત પ્રકરણમાં માલવીયાનગર પોલીસે બેંકના ડે.ચીફ મેનેજર સહિત ત્રણની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચની ટીમેં એક કા ડબલ કરવાની સ્કીમ આપનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે. અને તેની પાસેથી કુલ 7.71 લાખ મુદામાલ કબ્જે કરી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ  પણ વાંચો ;World / વિશ્વભરમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 53 લાખને પાર, અમેરિકામાં નોંધાયાં સૌથી વધુ મોત

મળતી માહિતી મુજબ માલિયાસણ નજીક વોચ ગોઠવી હકીકત બાતમી વાળી સફેદ કલરની ગ્રાન્ડ આઈ-10 કાર રોકતા તેમાંથી નાગરિક બેન્કના મેનેજર સાથે મળી ઉચાપત કરનાર આરોપી જનકકુમાર પટેલ , સાગર ઉર્ફે સુધીર જાની , રીંકેશકુમાર ગોસ્વામી અને વસંતકુમાર બકાલી પટેલ મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસને રૂપિયા 3.50 લાખ રોકડ મળી આવ્યા હતા. જયારે ફરાર અન્ય એક આરોપી ઇકબાલ બાબરીયાની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો ;Omicron / ઓમિક્રોનની લહેર તીવ્ર, દિલ્હી 4-ગુજરાતમાં 1 નવો દર્દી, અત્યાર સુધીમાં 78 કેસ

ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પૈકી જનક પટેલ અને સુધીર ઉર્ફે સાગર જાણી મુખ્ય સુત્રધાર છે. જનક અને સુધીર બંનેએ મળી એક ના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આરોપી ભવ્યેશ માંડાણી તથા રવિ જોષીને આપી આ પ્લાન નક્કી કરી આ પ્લાનમાં આરોપી જનક અને તેના મિત્ર સાહીર ખાન મલેકનો સમાવેશ કરી અને પ્લાન મુજબ રૂપિયા લેવા માટે સાહીરખાનને તૈયાર કર્યો હતો અને રવિ જોષી તથા ભવ્યેશ માંડાણી પાસેથી છેતરપીંડીથી રૂપિયા મેળવી કાવતરું ઘડયુ હતું.