Election/ મહાનગરના પરિણામના પગલે ચાર મહાનગરના કોંગ્રેસ પ્રમુખના રાજીનામા

ગુજરાતમાં 6 કોર્પોરેશન અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા –ભાવનગર અને જામનગર શહેર પ્રમુખે પ્રમુખ પદેથી રાજીનામા આપ્યા છે. ચાર મહાનગરના પ્રમુખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને તેમના રાજીનામા મોકલી આપ્યા છે. 6 મહાનગરની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો જે રીતે રકાસ થયો છે તેના કારણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા આપ્યા હોવાનું કારણ દર્શાવાયું છે. રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના […]

Gujarat
congress sunday મહાનગરના પરિણામના પગલે ચાર મહાનગરના કોંગ્રેસ પ્રમુખના રાજીનામા

ગુજરાતમાં 6 કોર્પોરેશન અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા –ભાવનગર અને જામનગર શહેર પ્રમુખે પ્રમુખ પદેથી રાજીનામા આપ્યા છે. ચાર મહાનગરના પ્રમુખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને તેમના રાજીનામા મોકલી આપ્યા છે. 6 મહાનગરની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો જે રીતે રકાસ થયો છે તેના કારણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા આપ્યા હોવાનું કારણ દર્શાવાયું છે.

ASHOK DANGAR મહાનગરના પરિણામના પગલે ચાર મહાનગરના કોંગ્રેસ પ્રમુખના રાજીનામા

રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર

કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડી શક્યા નથી. એટલું જ નહીં લીડ મેળવવામાં પણ ભાજપના ઉમેદવારો અગ્રેસર રહ્યાં છે. ચાર મહાનગરના પ્રમુખ પૈકી સુરત શહેર પ્રમુખ તરીકે બાબુ રાયકા , ભાવનગર શહેર પ્રમુખ તરીકે પ્રકાશ વાઘાણી , રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે.

babu rayka મહાનગરના પરિણામના પગલે ચાર મહાનગરના કોંગ્રેસ પ્રમુખના રાજીનામા

સુરત શહેર પ્રમુખ તરીકે બાબુ રાયકા

આગામી સમયમાં અન્ય બે શહેર કોંગ્રેસ પ્રમુખ પણ રાજીનામા આપી શકે છે. જેમાં જામનગર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પણ રાજીનામા આપી શકે છે. શહેરની પ્રજાનો વિશ્વાસ જીતવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રમુખની ભૂમિકા નબળી રહેવાનું સ્વેચ્છાએ સ્વીકારીને આ રાજીનામા શહેર પ્રમુખોએ આપ્યા હોવાનું કારણ આ નેતાઓએ પોતે આગળ ધર્યું છે.

shashikant patel મહાનગરના પરિણામના પગલે ચાર મહાનગરના કોંગ્રેસ પ્રમુખના રાજીનામા

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ

જો કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આ રાજીનામા મોકલ્યા બાદ પ્રમુખ પદેથી શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર રહેશે.પરંતુ આ ચાર શહેર કોંગ્રેસના રાજીનામા પડતાં કોંગ્રેસને વધુ રાજકીય નુક્સાન થયું છે. આગામી સમયમાં બાકી રહેલાં જામનગર અને વડોદરા કોંગ્રેસ પ્રમુખપદેથી પણ રાજીનામુ  આપવામાં આવ્યું છે.

પ્રકાશ વાઘાણી શહેર કોંગ્રેસ પ્રમુખ મહાનગરના પરિણામના પગલે ચાર મહાનગરના કોંગ્રેસ પ્રમુખના રાજીનામા

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ

કોંગ્રસની શરમજનક હાર સ્વિકાર્યા બાદ પ્રમુખ પ્રશાંત પટેલે પદ પરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસની હાર થતાં નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.