CM/ ઐતિહાસિક જીત બદલ આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં, અભિવાદન સભામાં સજોડે રહેશે ઉપસ્થિત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.રાજકોટ મુખ્યમંત્રી રૂપાણીની કર્મભૂમિ છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72 માંથી 68 બેઠકો ઉપર

Top Stories
cm with anjali ben ઐતિહાસિક જીત બદલ આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં, અભિવાદન સભામાં સજોડે રહેશે ઉપસ્થિત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.રાજકોટ મુખ્યમંત્રી રૂપાણીની કર્મભૂમિ છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72 માંથી 68 બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલતાં ખુદ મુખ્યમંત્રી આભાર માનવા માટે રાજકોટ ઉપસ્થિત રહેશે.

Congress president / રાજકોટમાં કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર કરી સ્વીકાર, સાથે ઈવીઅએમમાં ભાજપના સેટિંગના આક્ષેપ

આ એક ઐતિહાસિક જીત બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણીની હાજરીમાં આવતી કાલે રાજકોટમાં બહુમાળી ભવન પાસે સાંજે 5-30 કલાકે અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ઉપસ્થિત રહી અને રાજકોટની પ્રજાનો આભાર માનશે.

Tweet / ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે BJP નો ગઢ છે : મુખ્યમંત્રી રૂપાણી એ કર્યું ટ્વિટ

મહત્વનું છેકે રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના 68 ઉમેદવારોને જીત મળી ગઇ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં-15માં આખી પેનલે વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક આબરૂ બચાવવા પુરતી જીતી છે. વોર્ડ નં.1,2,3, 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.

ઇવીએમ મશીનના સિલ પહેલાથી તૂટેલા હોવાનો કોંગ્રેસ-આપના કાર્યકર્તાનો આક્ષેપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…