Vadodara/ તહેવાર પૂર્વે તેલ-અનાજના વેપારીઓને ત્યાં દરોડા, રિપોર્ટ ફરસાણ આરોગી ગયા પછી આવશે!

આરોગ્ય વિભાગ દ્વારા મોડે મોડે શરૂ કરવામાં આવેલા આ અભિયાનના પગલે લોકોમાં અનેક સવાલ

Top Stories Vadodara
Vadodara VMC Inspection Of edible oil Samples તહેવાર પૂર્વે તેલ-અનાજના વેપારીઓને ત્યાં દરોડા, રિપોર્ટ ફરસાણ આરોગી ગયા પછી આવશે!

@નિલેશ બ્રમ્હભટ્ટ

નવરાત્રી તેમજ દશેરાનો તહેવાર નજીક આવતા ખાદ્યસામગ્રીની ગુણવત્તા સામે શંકાઓ પણ ઊભી થઈ રહી છે. આથી રાજ્યની અનેક મહાનગર પાલિકાઓનો આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, લોકોના પેટમાં ઝેર જાય તે પછી ફૂડ અને સેફ્ટી વિભાગના રિપોર્ટ આવે છે.

વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી તેલ અને અનાજના વેપારીઓને ત્યાં દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ દુકાનોમાંથી તેલના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

વડોદરામાં તહેવારને પગલે આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારમાં આવેલી તેલ અને અનાજના વેપારીઓને ત્યાં દુકાનોમાં દરોડા પાડ્યા હતા. વેપારીઓ પાસે તેલ પહોંચે તે પહેલાં તેલના સેમ્પલ લેવાયા હતા.

શહેરના હાથીખાના, ચોખંડી અને બરાનપુરામાં તપાસ કરી તેલના હોલસેલ વેપારીઓને ત્યાંથી તેલના સેમ્પલ લેવાયા હતા. વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા મીઠાઈ ઉત્પાદકોમાં ફફડાડ વ્યાપી ગયો છે.

જોકે, મહત્વની વાત તો એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા મોડે મોડે શરૂ કરવામાં આવેલા આ અભિયાનના પગલે લોકોમાં અનેક સવાલો થઇ રહ્યાં છે. ફરસાણ, મીઠાઈની દુકાનો અને તેલ-ઘીના હોલસેલના વેપારીઓ પાસેથી સેમ્પલો લેવામાં આવે છે. આ સેમ્પલનો રિપોર્ટ એક અઠવાડિયા પછી આવશે ત્યાં સુધી તો લોકો ફાફડા જલેબી આરોગી જશે. જેથી આ પ્રકારે સેમ્પલ ચેંકિંગનો આમનાગરિકો ને કોઈ જ ફાયદો નથી.


whatsapp ad White Font big size 2 4 તહેવાર પૂર્વે તેલ-અનાજના વેપારીઓને ત્યાં દરોડા, રિપોર્ટ ફરસાણ આરોગી ગયા પછી આવશે!


આ પણ વાંચોઃ Prostitution/ હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સામે સરકારની લાલ આંખ

આ પણ વાંચોઃ Kolkata/ “કામેચ્છા પર કન્ટ્રોલ રાખો”, હાઈકોર્ટે સગીરોને કેમ સલાહ આપવી પડી?

આ પણ વાંચોઃ Breast Cancer/ ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો