Ahmedabad News/ અમદાવાદમાં ફોરવ્હિલ ગા઼ડીમાં ખોટી નંબરપ્લેટ લગાવી ઢોર ચોરી કરવા નીકળેલા ચાર શખ્સો ઝડપાયા

પોલીસે રસી, છરી અને લાકડાના દંડા મળીને 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના રામોલ વિસ્તારમાં કેટલાક શખ્સો ફોરવ્હિલ ગાડીમાં પશુઓની ચોરી કરવા નીકળતા હોવાનું રામોલ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું.જેને લઈને પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. જેમાં રામોલ મહાદેવ એવન્યુ ચાર રસ્તા પાસે એક રેનોલ્ટ ડસ્ટર ગાડી કામધેનુ મેદાન તરફથી આવતી નજરે ચઢી હતી.

પોલીસે આ શંકાસ્પદ માણસોને કાર રોકવા જણાવતા તે રોકાયા ન હતા. આથી પોલીસે તેમનો પીછો કરીને મહાદેવનગર કેનાલ પાસેથી આ શખ્સોને ઝડપી લીધા હતા.જેમાં ધોળકાના સહેજાહદુસેન ઉર્ફે બબન ઈકબાલહુસેન મલેક, દાણીલીમડાના મોહંમદ ફારૂક મોહંમદ તોફીક કાશ્મીરી, અંબર ટાવર સરખેજના કરીમખાન ઉર્ફે પન્ની નસરૂલ્લાખાન પઠાણ અને નારોલના હુસેન ઉર્ફે બકરી અજીજ શેખનો સમાવેશ થાય છે.

તેમની પાસેથી પોલીસે ખોટી નંબરપ્લેટ લગાવેલી ડસ્ટર ગાડી, રસીના ગુંચળા, છરી, લાકડાનો દંડો વગરે મળીને રૂ. 3,01,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધરપકડ કરાયેલા શખ્સો સામે મહેળાવ, કલોલ, મહેસાણા તાલુકા અને બાવલુ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ગુના અગાઉ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ

આ પણ વાંચો: ભાવનગરના કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો, પાટીદાર સમાજમાં આક્રોશ, સુરતથી 100 કારનો કાફલો રવાના

આ પણ વાંચો: મોરબીમાં દાંડિયા ક્લાસમાં દૂષણ સામે પાટીદારોમાં પ્રચંડ આક્રોશ