રોડ અકસ્માત/ દર્શન કરીને પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, વાન કન્ટેનરમાં ઘુસી જતાં 4 ના મોત

આ અકસ્માતમાં એક બે વર્ષના બાળક અને એક 3 વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તો બે ઈજાગ્રસ્તોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabad Gujarat
અકસ્માત

ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી એક પછી એક સતત રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. કોઈ બીજાની બેદરકારીને કારણે રોડ અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો કેટલાક લોકો જીવનભર માટે હાથ કે પગ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં વધુ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇ-અમદાવાદ હાઇવે પર એક વાન અને એક કન્ટેનર ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે અને આઠ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બે વર્ષની બાળકીનો પણ સમાવેશ છે.

આ પણ વાંચો :આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

આ મામલે મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં એક બે વર્ષના બાળક અને એક 3 વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તો બે ઈજાગ્રસ્તોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની સવારે રફાઈવ સીટર ઈકો વાનમાં 9 લોકો મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેમાં એક ડ્રાઈવર અને ત્રણ બાળકોનો પણ સમાવેશ હતો. આ તમામ લોકો માછીમાર સમુદાયના હતા.

એક અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટના મુંબઇ-અમદાવાદ રાજમાર્ગ પર જિલ્લાના બોઇસરના અવંદાની ગામમાં સાંજના અંદાજે સાડા પાંચ કલાકે ઘટી હતી. મનોર પોલીસના અધિકારીએ જણાવ્યું કે, ’10થી વધારે લોકો કારમાં યાત્રા કરી રહ્યાં હતાં, જ્યારે કાર પાછળથી એક ટ્રક સાથે ટકરાઇ હતી કે જેમાં બે વર્ષના એક બાળક સહિત ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. કારમાં સવાર અન્ય આઠ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.’

આ પણ વાંચો : રાજયમાં કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન થતાં , એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયે પહોંચ્યો

અકસ્માતની આ ઘટના બાદ કન્ટેનર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાનના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે પાછળની સીટમાં બેસેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોમાંથી ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. જેઓની હાલ માનોરમાં સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં રમેશ આરેકર અને જયેશ તામોરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેઓ પાછળની સીટમાં બેઠેલા હતા. જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, આ અકસ્માત વાન ચાલકની બેદરકારીના કારણે સર્જાયો હતો. તો ફરાર થયેલા કન્ટેનરના ચાલકને શોધવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તમામ પીડીતો છેલ્લાં કેટલાંક દિવસોથી મંદિરે દર્શન કરવા જવાની યોજના બનાવી રહ્યું હતું. જ્યારે તેઓ મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અક્સમાત સર્જાયો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :ખેડૂતોને માંડ મળતું યુરિયા ચીરીપાલ ગ્રુપને આ રીતે પધરાવતા હતા…

આ પણ વાંચો :ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત

આ પણ વાંચો : ગોધરા સબ જેલનો સિપાહી હિતેશ રબારી ₹ ૪૦૦ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી.ના હાથે ઝડપાયો