Viral Video/ દુલ્હને જીમમાં કરાવ્યો Photoshoot, ડમ્બેલ્સથી કસરત કરતો Video થયો વાયરલ

આજે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. લોકો પોતાના ખાસ દિવસોને, પોતાની યાદોને સેવ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે. આ સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળે, કંઈ જ કહી ન શકાય?

Videos
દુલ્હન ફોટોશૂટ

આજે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. લોકો પોતાના ખાસ દિવસોને, પોતાની યાદોને સેવ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે. આ સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળે, કંઈ જ કહી ન શકાય? કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે. જ્યારે, કેટલાકને જોઈને હસવું આવે છે.

આ પણ વાંચો – OMG! / મોબાઈલ રિપેર કરવાના બહાને જોતો હતો યુવતીનાં પ્રાઈવેટ Photos અને પછી થયુ કઇંક આવું

આવો જ એક Funny વીડિયો આજ-કાલ ચર્ચામાં છે, જેમાં એક દુલ્હન જીમની અંદર અલગ-અલગ પોઝ આપીને ફોટોશૂટ કરાવી રહી છે. દુલ્હનની આ સ્ટાઈલ જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે તો કેટલાક લોકો તેને ખૂબ Enjoy કરી રહ્યાં છે. આજકાલ, વર અને કન્યા તેમના લગ્નને ખાસ બનાવવા માટે ખૂબ જ વિચિત્ર પદ્ધતિઓનો ઉપયોગ કરતા રહે છે. ક્યારેક કોઈ પર્વત પર તો ક્યારેક નદીમાં લગ્નનું ફોટોશૂટ કરાવે છે. કેટલાક રિક્ષા પર તો કેટલાક જેસીબી પર જોવા મળે છે. પરંતુ, એક દુલ્હનને આ બધાથી હટ કે કરવાની ઇચ્છા હતી. બાદમાં તે ફોટોશૂટ કરાવવા માટે જીમમાં પહોંચી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દુલ્હન જીમમાં જઈ રહી છે અને ડમ્બેલ્સ સાથે ફોટોશૂટ કરાવી રહી છે. આ દરમિયાન તે બીજા ઘણા પ્રકારનાં પોઝ પણ આપે છે.

આ પણ વાંચો – મોક્ષની મોકાણ / કાશીના મણિકર્ણિકા ઘાટ પર સળગતી ચિતાઓની વચ્ચે સંગીત સંધ્યા અને મોજમસ્તી કેમ ..?

વીડિયો જોઈને તમે પણ વિચારતા હશો કે દુલ્હનની સ્ટાઈલ ખરેખર અનોખી છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો કહી રહ્યા છે કે ‘ક્યા ટશન હૈ ભાઈ’. જો કે દુલ્હનની આ સ્ટાઈલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો આ વીડિયો પર ખૂબ ચેટિંગ પણ કરી રહ્યા છે. આ વીડિયો ભારતીય પોલીસ સેવાનાં અધિકારી રૂપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે Funny કેપ્શન પણ લખ્યા છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તો તમને દુલ્હનની આ સ્ટાઇલ કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો.