Not Set/ રાજકોટમાં મંતવ્ય ન્યુઝનું ઓપરેશન મિર્ચી બોમ્બ,પેટ્રોલ પંપ અને કોલેજના નજીક ફટાકડાની દુકાન

રાજકોટ, અમદાવાદમાં જેમ મંતવ્ય ન્યુઝ દ્વારા ફટાકડાના કાળા વેપારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો તેમ રાજકોટમાં પણ મંતવ્ય ન્યુઝે ઓપરેશન મિર્ચી બોમ્બ હાથ ધર્યું છે. રાજકોટના કાલાવડ રોડ ખાતે આત્મીય કોલેજ પાસે ફટાકડાની દુકાન નાખવામાં આવી છે. જેની નજીક પેટ્રોલ પંપ હોવાથી અને પાછળ કોલેજ હોવાથી તે લોકો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે તેમ છે. જેને […]

Top Stories Gujarat Rajkot Videos
Untitled 29 રાજકોટમાં મંતવ્ય ન્યુઝનું ઓપરેશન મિર્ચી બોમ્બ,પેટ્રોલ પંપ અને કોલેજના નજીક ફટાકડાની દુકાન

રાજકોટ,

અમદાવાદમાં જેમ મંતવ્ય ન્યુઝ દ્વારા ફટાકડાના કાળા વેપારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો તેમ રાજકોટમાં પણ મંતવ્ય ન્યુઝે ઓપરેશન મિર્ચી બોમ્બ હાથ ધર્યું છે. રાજકોટના કાલાવડ રોડ ખાતે આત્મીય કોલેજ પાસે ફટાકડાની દુકાન નાખવામાં આવી છે.

જેની નજીક પેટ્રોલ પંપ હોવાથી અને પાછળ કોલેજ હોવાથી તે લોકો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે તેમ છે. જેને લઈને તંત્ર સામે પણ કેટલા સવાલો ઉભા થયા છે કે તંત્ર દ્વારા આવી જગ્યા પર કેવી રીતે દુકાન નાખવાની પરમિશન આપવામાં આવી.

તો બીજી બાજુ આ મામલે મંતવ્ય ન્યુઝની ટીમ દ્વારા દુકાન માલિક સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેને વાતચીત કરવાની ના પાડી દીધી હતી. જો કે આ સમગ્ર મામલે મંતવ્યની ટીમ દ્વારા રાજકોટના ફાયર અને સેફટી અધિકારીને વાત કરતા તેમને બે દિવસમાં દરેક દુકાનો સામે ચેકિંગ કરવાની અને કોઈ ગેરવર્તણૂક જણાતા તેમની સામે બાંહેધરી કરવાની ખાતરી આપી છે.