સોશિયલ મીડિયાની દુનિયામાં, કોઈ જાણતું નથી કે ક્યારે શું જોવા મળી જાય. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે જે પોતાનામાં જ આશ્ચર્યજનક હોય છે. એવા કેટલાક વીડિયો છે જે તમને વિચારવા મજબૂર કરે છે. અમે તમારી સાથે આવો જ એક વીડિયો શેર કરવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે વિશ્વાસ નહીં કરો કે શું ખરેખર આવું થઈ શકે છે? વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક દાવો કરી રહ્યો છે કે તેણે બકરી સાથે લગ્ન કર્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુટ્યુબર અને વરરાજા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જ્યારે યુટ્યુબર પૂછે છે કે શું તમે બકરી સાથે લગ્ન કર્યા છે તો વરરાજા જવાબ આપે છે કે હા, અમે બકરી સાથે લગ્ન કર્યા છે. વરનું કહેવું છે કે તેણે બકરી સાથે લગ્ન કર્યા છે કારણ કે તેને માણસોએ દગો આપ્યો છે.
વરને આગળ કહેતા સાંભળી શકો છો કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બકરીએ બોક્કાને દગો આપ્યો હોય.મારો માણસો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તેથી મેં બકરી સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો ક્યાંનો છે તેની માહિતી સામે આવી નથી. હાલ તો આ યુવકનો દાવો કેટલો સાચો છે તેની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી.
View this post on Instagram
વીડિયો જોયા પછી લોકોએ શું કહ્યું?
આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું કે જો ખરેખર આવું છે તો વિચારવા જેવી વાત છે. એક યુઝરે લખ્યું કે આજકાલ લોકો વાયરલ થવા માટે કંઈ પણ કરી શકે છે. એક યુઝરે લખ્યું કે હવે શું જોવા મળશે, જોતા રહો. એક યુઝરે લખ્યું કે આ વીડિયો ફેક છે કારણ કે કોઈ બકરી સાથે લગ્ન કેવી રીતે કરી શકે. વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ એવી છે કે તે તમને આશ્ચર્યચકિત કરી દેશે.
આ પણ વાંચો:હસતા હસતા બાળકનું LIVE મોત,જુઓ એક નાઇટ્રોજન સ્મોક્ડ બિસ્કિટ ખાતા જ લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:બે યુવતીઓએ જાહેર રસ્તાને બનાવ્યુ યુદ્ધનું મેદાન, વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
આ પણ વાંચો:કાકાએ ચા સાથે આ શું કર્યું, કે લોકો ન્યાય માંગવા લાગ્યા, વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ પણ વાંચો:ગેસ સિલિન્ડર ચોરને રિક્ષાચાલકે આપી ભયાનક સજા, વિડીયો સોશિયલ મિડીયા પર થયો વાયરલ