ગમખ્વાર અકસ્માત/ ખેડાના માતર પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અમદાવાદના 4 યુવકોના મોત

ખેડાના માતર પાસે નેશનલ હાઈવે  48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ આગળ પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ બાઇક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,

Top Stories Gujarat
1 51 ખેડાના માતર પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અમદાવાદના 4 યુવકોના મોત
  • ખેડાના માતરમાં ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં 4 લોકોના નિપજ્યા મોત
  • ને.હાઇવે નં.8 પર સર્જાયો અકસ્માત
  • બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત
  • માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખેડાના માતર પાસે નેશનલ હાઈવે  48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ આગળ પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ બાઇક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ટ્રાફિકના નિયમોને નેવે મુકીને બાઇક સવાર પુરઝડપે બાઇક ચલાવી રહ્યા હતા અને સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ધડાકેભેર બંધ ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસમાત સર્જોયો હતો અને 4 યુવકોના મોત નિપજ્યા છે,આ અકસ્માત થતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા,સત્વરે પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અકસ્માતમાં બાઇક પર સવાર 4‌ યુવકોના મોત નિપજ્યા છે  ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માતમા બાઇકને પણ નુકસાન થયું  છે,આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડા બાયપાસ હાઇ-વે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભી રહેલી એક કન્ટેનર પાછળ એક બાઈક ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક પર અમદાવાદના ચાર યુવકો સવાર હતા. તમામ યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સિટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતના કારણે હાઈવે પર લોકોના ટોળે ઉમટ્યા હતા. હાઈ-વે પર કન્ટેનર પાછળ બાઈક અથડાયા બાદ ચારેય યુવકોના મૃતદેહ રસ્તા પર ખરાબ હાલતમાં પડ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની માહિતી માતર પોલીસ સ્ટેશનમાં કરી હતી. અકસ્માત ની જાણ થતાં જ માતર પીએસઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે આગળની કાર્યવાહી કરતા ઓવર સ્પીડ કારણે બેલેન્સ રાખી ન શકતા અકસ્માત થયો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન કાઢ્યું હતું.

નોંધનીય છે કે, આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોના શબને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.