Not Set/ ચીનમાં ઉઇગર સમુદાય પર અત્યાચાર મામલે ફ્રાન્સે સંસદમાં પ્રસ્તાવ પારિત કર્યો

ચીનમાં ઉઇગર સમુદાય સાથેના વ્યવહારને નરસંહાર ગણાવતો ઠરાવ પસાર કર્યો હતો. ફ્રાન્સની સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી  પાર્ટી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

Top Stories World
6 20 ચીનમાં ઉઇગર સમુદાય પર અત્યાચાર મામલે ફ્રાન્સે સંસદમાં પ્રસ્તાવ પારિત કર્યો

ફ્રાન્સની સંસદે ગુરુવારે ચીનમાં ઉઇગર સમુદાય સાથેના વ્યવહારને નરસંહાર ગણાવતો ઠરાવ પસાર કર્યો હતો. ફ્રાન્સની સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી  પાર્ટી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, આ દરખાસ્તને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની રિપબ્લિક ઓન ધ મૂવ પાર્ટી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.ફ્રાન્સની સંસદમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે ચીનમાં 15 દિવસ પછી જ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોએ ઉઇગર મુસ્લિમો સાથે અમાનવીય વર્તન બદલ આ ઓલિમ્પિક રમતોનો રાજદ્વારી બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.

ઠરાવમાં ચીન માટે શું કહ્યું?
ફ્રાન્સની સંસદમાં રજૂ કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, “સંસદ સત્તાવાર રીતે ઉઇગર સમુદાય વિરુદ્ધ ચીનની હિંસાને માનવતા વિરુદ્ધના અપરાધ તરીકે ઓળખે છે અને તેને નરસંહાર કહે છે.” આટલું જ નહીં, ઠરાવમાં ફ્રાંસની સરકારને ચીનની નીતિઓ બદલવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે દબાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.