સલાહ/ ફ્રાન્સે પાકિસ્તાનમાંથી નાગરિકોને પરત બોલાવ્યા

ફ્રાન્સે નાગરિકોને પરત બોલાવ્યાં પાકિસ્તાનથી

World
france ફ્રાન્સે પાકિસ્તાનમાંથી નાગરિકોને પરત બોલાવ્યા

પાકિસ્તાનમાં ફ્રાન્સના દૂતાવાસે તેના તમામ નાગરિકો અને ફ્રેન્ચ કંપનીનીઓને પાકિસ્તાન છોડવા માટે કહ્યું છે. ફ્રાન્સના હિતને અને ખતરાને ધ્યાનમાં લઇને ફ્રાન્સના નાગરિકો અને કંપનીઓને પાકિસ્તાન છોડવાની એડવાઇઝરી મોકલી છે.કોમર્શિયલ એરલાયન્સના માધ્યમથી નાગરિકોની મુસાફરીનો આયોજન કરવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં જયારે મેગેઝીન શાર્લી હેબ્ડોમાં પયંગબર સાહેબના કાર્ટુનફરીથી પ્રકાશિત કરવાની પેરવી કરી હતી. તે સમયથી પાકિસ્તાનમાં વિરોધી જવાળા ભડકી હતી.બે દિવસ પહેલા  તહેરીકે લબ્બૈક સંગઠને ફ્રાન્સનો  વિરોધ કર્યો હતો,જેમાં સાત લોકોના મોત થયાં હતાં.

ફ્રાન્સે તેની સંસદમાં ધાર્મિક કટ્ટરતા મામલે એક બિલ પાસ કર્યો છે તેમાં ધાર્મિક ફંડિંગને લઇને આકરા નિયમો કરી દીધાં છે તદઉપરાંત જાહેર સ્થળો પર નકાબ પહેરી શકાશે નહિ તેના  અનેક બાબતોને બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ બિલને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં પણ આ બિલને લઇને પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ સંગઠન નારાજ છે

પાકિસ્તાનના કટ્ટરવાદીઓ વિરોધ કરી રહ્યો છે કે ફ્રાન્સના રાજદૂતને નિષ્કાસિત કરે તે મામલે લાહોર અને કરાંચીમાં હિસાં ફાટી નીકળી છે તેને ધ્યાનમાં લઇને ફ્રાન્સ સરકારે એડવાઇઝરી મોકલીને તમામ ફ્રાન્સના નાગરિકોને પરત બોલવ્યા છે .