Gujarat surat/ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં ભાડે મૂકવાના નામે સવાપાંચ કરોડની ઠગાઈ

12 ડોકટર સાથે છોતરપિંડી, આરોપી ડો. હાર્દિકની ધરપકડ

Top Stories Gujarat Surat

 Surat News : એમ્બ્યુલન્સના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટર સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. આ કેસની તપાસ ઇકો સેલ દ્વારા કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડો. હાર્દિક પટવાની સુરત ઈકોનોમિક સેલે ધરપકડ કરી છે. સ્મિમેર હૉસ્પિટલના ડોક્ટર સહિત ત્રણ આરોપીએ આઠ ઠગાઈ આચરી હતી.પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરે તેના બે ભાગીદાર સાથે મળી 12 ડોક્ટર સહિત 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50 ટકા નફો આપવાની વાત કરી 5.24 કરોડની ઠગાઈ કરી ફરાર થયો છે.

એમાં સ્મિમેર હોસ્પિટલમાં બાયો કેમિસ્ટ્રી વિભાગમાં ટ્યૂટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડો. કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. એના આધારે પોલીસે સ્મિમેર હોસ્પિટલના ડો. હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાહ્યા પરમાર અને મયૂર વાલ્મીકિ ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે. આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડો.હાર્દિકની ઇકો સેલે ધરપકડ કરી છે.
ડો. કપિલ શહાણે અને આરોપી ડો. હાર્દિક પટવા 2004થી 2009 સુધીમાં સ્મિમેર હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા. એ વખતે મિત્રતા થઈ હતી. બન્ને ડોક્ટરો પાછા સ્મિમેર હોસ્પિટલમાં ટ્યૂટર તરીકે ફરજ બજાવતા હતા. આરોપી હાર્દિક પટવાએ વર્ષ 2021માં ભાગીદારીમાં સનશાઇન અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસીઝના નામે એમ્બ્યુલન્સનો ધંધો શરૂ કર્યો હતો. એ વખતે આરોપીએ ડો. કપિલને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની વાત કરી અને એમાં 50 ટકા નફો આપવાની વાત કરી હતી. પછી હાર્દિકે મહારાષ્ટ્રની કંપનીમાં 12 એમ્બ્યુલન્સની રિક્વાયરમેન્ટ માટે ટેન્ડરની વાત કરી હતી.

ડો. હાર્દિકે ડોક્ટરોને કહ્યું, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રિપના 1 લાખની રકમ મળે છે, એવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં 50 ટકા નફો આપવાનાં સપનાં બતાવ્યાં હતાં અને 12 ડોક્ટર અને એક ડોક્ટરની પત્ની સહિત 13 જણાએ 5.24 કરોડની રકમ ચાંઉ કરી ડોક્ટર હાર્દિક ફરાર થયો હતો. પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. ઓગસ્ટ 2021માં ફરિયાદીને સ્મિમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડો. હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી. હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું હતું કે હું મારા બે ભાગીદાર હેમંત ડાહ્યા પરમાર અને મયૂર વાલ્મીકિ ગોસ્વામી સાથે મળીને એમ્બુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ. તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50 ટકા નફો આપીશ અને બાકીના 50 ટકા અમે રાખી લઈશું.

આરોપીએ સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસ અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું, સાથે જ એક જે. એસ. ડબ્લ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો, જેમાં 8 એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું. અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રિપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી. વાતચીત બાદ ડો. કપિલ શહાણેએ પોતાના બીજા તબીબ મિત્ર કેયૂર પ્રજાપતિને એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા. હાર્દિક પટવા સાથે ડો.કપિલ શહાણે અને ડો.કેયૂર પ્રજાપતિએ મિટિંગ કરી હતી. અહીં પણ હાર્દિક અને તેના ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે એવી વાત કરીને શીશામાં ઉતારી દીધા હતા.

ડો.કપિલ અને ડો.કેયૂર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. ડૉ. હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો- હેમંત ડાહ્યાભાઈ પરમાર અને મયૂર વાલ્મીકિએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રેક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂ. 5.24 કરોડ લઈ લીધા હતા. ત્યાર બાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ બે એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયૂર ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ લોકો એમ્બ્યુલન્સને કોન્ટ્રેકટ પર મૂકવા માટે કુલ રૂ. 5.24 કરોડ લીધા બાદ હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં તેમણે રૂપિયા ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ