Junagadh News/ જૂનાગઢમાં સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

જૂનાગઢમાં સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે સમૂહ લગ્ન કરાવ્યા હતા. વિસાવદરમાં સમૂહલગ્નનું આયોજન હતુ. સમૂહલગ્નના નામે રૂ. 3.52 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

Gujarat Others
Beginners guide to 31 1 જૂનાગઢમાં સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

Junagadh News: જૂનાગઢમાં સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે સમૂહ લગ્ન કરાવ્યા હતા. વિસાવદરમાં સમૂહલગ્નનું આયોજન હતુ. સમૂહલગ્નના નામે રૂ. 3.52 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

15 થી વધારે કુટુંબો સાથે ઠગાઈ કરવામાં આવી હતી. રૂપિયા લઈને લગ્ન ન કરાવ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પૈસા લેનાર ત્રણ ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પહેલા ગયા વર્ષે જૂનાગઢમાં ભવનાથ ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં પણ આયોજકોએ કરિયાવર આપ્યું ન હોવાથી નવદંપતીઓ અને તેમના કુટુંબીજનોએ રીતસરનો છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. વર-કન્યા બંને તરફથી 11-11 હજાર ઉઘરાવાયા હતા ત્યારબાદ પણ કરિયાવર ન મળતા દંપતીઓએ વિરોધ કર્યો હતો.

ભવનાથમાં આયોજીત સમૂહ લગ્નમાં નવદંપતીઓ વીફર્યા હતાં. કારણ કે, માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવદંપતીઓને સમયસર કરિયાવર આપવામાં આવ્યું ન હોતું. લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તરત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી 22 હજાર રૂપિયાની ફી લઈને કરિયાવર આપવાની વાત કરાયા બાદ એ ન અપાતાં નવદંપતી વીફર્યાં હતાં.

જોકે અહીં માહોલ ગરમાતા આયોજકો કરિયાવર આવી જ રહ્યું હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જોકે આ મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કારણ કે, પૈસા લીધા બાદ પણ કોઈ આયોજન યોગ્ય કરિયાવર આપ્યું ન હોતું અને કરિયાવર માટે પણ બબાલો કરવી પડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલકને પોલીસે ઝડપ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી, ભક્તોમાં થનગનાટ

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી નામમાત્ર, ખેડામાં દારૂ ઝડપાયો