અમદાવાદ/ ચેસની અંડર 16માં વર્લ્ડની ટોપ 3માં ગુજરાતની વિશ્વા, ભારતમાં પહેલીવાર ચેસ ઓલમ્પિયાડ યોજાઇ

દેશમાંથી 15 મહિલા જ ચેસ રમી રહી હતી, જેમાંની એક વિશ્વા છે. ખૂબ જ નાની વયે વિશ્વાએ ચેસમાં 17મો નંબર લાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

Ahmedabad Gujarat
અ 57 3 ચેસની અંડર 16માં વર્લ્ડની ટોપ 3માં ગુજરાતની વિશ્વા, ભારતમાં પહેલીવાર ચેસ ઓલમ્પિયાડ યોજાઇ

દેશમાં હવે દીકરીઓ દીકરા કરતા આગળ વધી રહી છે. તેનું તાજેતરનું જ એક ઉદાહરણ અમદાવાદની દીકરી બની છે. અમદાવાદની 16 વર્ષની દીકરી ચેસ ઓલિમ્પિયાડમાં સમગ્ર વિશ્વમાં ટીમ સાથે 17મા ક્રમાંકે આવી છે. દેશમાંથી 15 મહિલા જ ચેસ રમી રહી હતી, જેમાંની એક વિશ્વા છે. ખૂબ જ નાની વયે વિશ્વાએ ચેસમાં 17મો નંબર લાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

વિશ્વાએ જણાવ્યું હતું કે, ચેસ રમીને જ દેશનું નામ રોશન કરવું છે. તેણે જણાવ્યું હતું કે અમારી અંતિમ સ્પર્ધા કઝાકિસ્તાનની ટીમ સાથે હતી. આ ટીમ સૌથી પાવરફુલ ટીમ છે. જો અમે આ ટીમ સાથેના રાઉન્ડમાં જીત્યા હોત તો અમારી ટીમ વિશ્વમાં ટોપ 5 ટીમમાં આવત. આ સ્પર્ધામાંથી મને શીખવા મળ્યું કે, મારા એકલા માટે નહીં, પરંતુ સમગ્ર ટીમ માટે સમજીને મારે રમવું જોઈએ, તો જ સારો સ્કોર થઈ શકે. અત્યારે હું ઇન્ટરનેશનલ વુમન પ્લેયર છું, પરંતુ મારો વુમન ગ્રાન્ડમાસ્ટર બનવાનો ટાર્ગેટ છે. મમ્મી-પપ્પા ડોક્ટર છે, પરંતુ મારે આગળ ચેસ રમીને જ દેશનું નામ રોશન કરવું છે.

વિશ્વાના પિતા હિતેશભાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે,મને ગર્વ છે કે આટલી નાની ઉંમરે મારી દીકરીએ મોટા માણસો ના કરી શકે એવું કામ કર્યું છે. છોકરા-છોકરીઓ વચ્ચેનો ભેદ દૂર કરી મારી દીકરી આગળ વધે એવું હું ઈચ્છું છું. મારી દીકરીનું જે પેશન છે તેને જ અમે આગળ લઇ જવા ઈચ્છીએ છે અને તેના માટે જે કરવું પડશે એ અમે કરીશું.

વિશ્વાનાં માતા શીતલબેને મંતવ્ય સાથે વાત કરતા જણાવ્યું હતું કે,ચેસમાં તે 17માં ક્રમાંકે આવી, ત્યારે મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. તે ચેસમાં જ આગળ વધવા ઈચ્છે તો અમે તેને એમાં જ સપોર્ટ કરીશું. તે ભણવામાં પણ હોશિયાર છે, તો તેને એમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ.

આ પણ વાંચો:એશિયા કપ પહેલા કોહલી માટે મોટા સમાચાર, ગ્રીમ સ્મિથે નિવેદનમાં જણાવ્યું કે…

આ પણ વાંચો:ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે #Boycott_Amazon, રાધા-કૃષ્ણના ‘અશ્લીલ’ પેઈન્ટિંગ વેચવા બદલ હિંદુ સંગઠનો ગુસ્સે

આ પણ વાંચો:શેખ હસીના આવશે ભારત પ્રવાસે, PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત; આ મુદ્દાઓ પર થશે ચર્ચા