Not Set/ અમદાવાદની 13 બેંકોમાં 10થી લઈને 2000 સુધીની નકલી નોટો થઈ જમા

અમદાવાદ શહેરની તમામ બેંકોમાં જેટલી પણ નકલી ચલણી નોટો જમા થતી હોય છે. તેની જાણ અમદાવાદ SOG ક્રાઈમને કરવામાં આવતી હોય છે.

Top Stories Ahmedabad Gujarat
બેંકોમાં

દેશમાં નોટબંધીને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પરંતુ આજે પણ માર્કેટમાં પ્રતિબંધિત તથા નકલી ચલણી નોટોનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે નોટબંધી બાદ કેટલી નકલી નોટો હાલ ઓપન માર્કેટમાં ફરી રહી છે ? નકલી નોટોનો લઈને કેટલા કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે.સામાન્ય રીતે દર ત્રણ મહિને અમદાવાદ શહેરની તમામ બેંકોમાં જેટલી પણ નકલી ચલણી નોટો જમા થતી હોય છે. તેની જાણ અમદાવાદ SOG ક્રાઈમને કરવામાં આવતી હોય છે અને સત્તાવાર રીતે SOG આ નકલી નોટો મળી આવવાના મામલે ગુનો દાખલ કરતી હોય છે અને તપાસનો દોર આગળ વધતી હોય છે.ત્યારે આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ કે વર્ષ 2016થી વર્ષ 2021 સુધીમાં કેટલા ગુના દાખલ કરવામાં આવ્યા અને કેટલા કરોડો રૂપિયાની નકલી નોટો મળી.

આ પણ વાંચો :સારંગપુર AMTS બસ ટર્મિનલનો શેડ ધરાશાયી, મુસાફરો ઓછા હોવાથી દુર્ઘટના ટળી

  • વર્ષ         કેટલા ગુના            રકમ (રૂપિયામાં)
  • 2016              04              1,41,07,820
  • 2017              04              1,68,18,190
  • 2018              03                23,38,100
  • 2019              04                31,52,070
  • 2020              04               26,81,830 
  • 2021             04               24,76,340
  • ————————————————–
  • કુલ         31             61334140     

અમદાવાદ શહેરની જુદી જુદી કુલ 13 બેંકો. જેવી કે સરકારી, અર્ધસરકારી ખાનગી અને RBI બેંકમાંથી રૂપિયા પાંચ લાખ 85 હજારના દરની ચલણી નોટો મળી આવી હતી. જેમાં 2000, 500, 200, 100, 50, 20 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો મળી હતી. જેના પગલે અમદાવાદ SOG ક્રાઈમબ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી. સામાન્ય રીતે બેન્કની અંદર કામ કરતા કોઈપણ કર્મચારીને જેવા કે કેશિયરને પણ આવી બનાવટી ચલણી નોટની ઓળખમાં થાપ ખાઈ જવાય છે. ત્યારે આટલી ક્વોલિટી યુક્ત ચલણી નોટો કેવી રીતે બનાવી હશે અને કેમની બજારમાં ફરતી કરવામાં આવે છે. તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો :સુરતના પાંડેસરામાં કાપડ મીલમાં આગ, 15 ફાયર ફાઈટર ઘટના સ્થળે

વિવિધ બેંકોમાં જુદા જુદા સમયે લોકો નોટો જમા કરાવતા હોય છે અને જ્યારે ચલણી નોટો આવે ત્યાર બાદ બેન્ક દ્વારા SOG ક્રાઈમબ્રાન્ચનો સંપર્ક કરવામાં આવતો હોય છે. મહત્વનું છે કે અલગ-અલગ સમયે બેંકમાં આવી ચલણી નોટો ઓરિજનલ નોટના બંડલની આડમાં આવતી હોય છે.જેથી SOG ક્રાઈમબ્રાંચ માટે પણ આ નેટવર્ક તોડવું અઘરું બન્યું છે. ત્યારે આ નકલી નોટોનો કારોબાર ક્યારે અટકે છે તે જોવુ રહ્યું.

વર્ષ 2016ની આઠમી નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત પાછળ સરકારનો ખાસ ઉદેશ્ય હતો.કારણકે જે કંપની પાસે ભારત દેશની ચલણી નોટો બનવાવામાં આપતું હતું, તેજ કંપની દુશ્મન દેશમાં પણ ચલણી નોટોની સહી વેચતો હતો, જેના લીધે નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરાદો પાર પાડવામાં સફળ બનતું હતું અને ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડી રહ્યું હતું.પરંતુ નોટબંધી બાદની પરિસ્થિતિ શું છે અને કેટલી નકલી નોટો હાલ ઓપન માર્કેટમાં ફરી રહી છે, નકલી નોટોનો લઈને કેટલા કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે.

સામાન્ય રીતે દર ત્રણ મહિને અમદાવાદ શહેરની તમામ બેંકોમાં જેટલી પણ નકલી ભારતીય ચલણની નોટો જમા થતી હોય છે, તેની જાણ અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમને કરવામાં આવતી હોય છે.. અને સત્તાવાર રીતે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ આ નકલી નોટો મળી આવવાના મામલે ગુનો દાખલ કરતી હોય છે અને તપાસનો દોર આગળ વધતી હોય છે… એક આંકડાકીય માહિતી ઉપર નજર કરીશું કે વર્ષ 2014 થી વર્ષ 2021 સુધીમાં કેટલા ગુના દાખલ કરવામાં આવ્યા અને કેટલા કરોડો રૂપિયાની નકલી નોટો મળી આવી તેની વિગતો પર એક નજર કરીએ.

  • વર્ષ         કેટલા ગુના            રકમ (રૂપિયામાં)
  • 2014              04                 80,44,100
  • 2015              04              1,17,15,690
  • 2016              04              1,41,07,820
  • 2017              04              1,68,18,190
  • 2018              03                23,38,100
  • 2019              04                31,52,070
  • 2020              04               26,81,830 
  • 2021             04               24,76,340
  • ————————————————–
  • કુલ         31             61334140     

નોટબંધી થયા થોડાક જ વર્ષોમાં બનાવટી ભારતીય ચલણી નોટોની હેરાફેરીની ગતિમાં થોડો ઘટાડો નોંધાયો છે, સામન્ય રીતે જોવા જઈએ તો અર્થતંત્રના પાયાને મજબૂત રાખવુ હોય તો સમિયતરે દેશમાં જેએ નાણું વધુ ચાલતું  હોય કે એટલકે ઉપયોગમાં લેવાતું હોય તે નાણાંની બનાવટની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે તેવું બુદ્ધિજીવીઓ માને છે.

આ પણ વાંચો :ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 પૈકી એકનું કરૂણ મોત

23 નવેમ્બર ના રોજ અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચમાં કુલ ૧૩ બેંકોમાંથી જેમાં સરકારી અર્ધસરકારી ખાનગી અને આરબીઆઈ બેન્કનો પણ સમાવેશ થાય છે આવી તમામ બેંકોમાં ભારતીય બનાવટની ચલણી નોટો અંદાજિત લગભગ રૂપિયા 5,85,000 હજારના દરની નોટો મળી આવી હતી જેમાં 2000, 500, 200, 100, 50, 20 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી જેના પગલે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી સામાન્ય રીતે બેન્ક ની અંદર કામ કરતા કોઈપણ કર્મચારીને જેવાકે કેશિયરને પણ આવી બનાવટી ચલણી નોટની ઓળખમાં થાપ ખાઇ જવાય છે ત્યારે આટલી ક્વોલિટી યુક્ત ચલણી નોટો કેવી રીતે બનાવી હશે અને કેમની બજારમા ફરતી કરવામાં આવે છે.તેને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

અલગ અલગ બેંકોમાં જુદા જુદા સમયે લોકો નોટો જમા કરાવતા હોય છે અને જ્યારે જે તે બેંકના મુખ્ય ચેસ્ટ વિભાગમાં આવી નોટો આવે ત્યારબાદ બેન્ક દ્વારા  સત્તાવાર રીતે એસઓજી ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવતો હોય છે.એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચ માટે પણ આ બનાવટી ચલણી નોટનું તોડી નાખવું એટલા માટે અઘરું છે  કારણ કે દરેક બૅન્કમાં અલગ અલગ સમયે પ્રકારની બનાવટી ચલણી નોટો સાચી નોટોના બંડલમાં જમા કરાવવા આવતી હોય છે.ત્યારે આ નકલી નોટોનો કારોબાર ક્યારે અટકે છે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો :રાજકોટ માં મુસાફરોના પરિવહન સ્થળોએ ડ્રગ રેકેટ ભેદવા સઘન ચેકીંગ હાથ ધરાયું

આ પણ વાંચો :ઢોરોનાં ત્રાસથી લોકોમાં ફફડાટ, રસ્તા પર બાઇક સવાર Family પર કર્યો હુમલો, Video