Not Set/ 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી રુપાણીએ આજે જણાવ્યું કે દેશમાં બનેલી વેક્સિન સુરક્ષિત છે અને 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
Vijay rupani 20171127 571 855 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે : વિજય રૂપાણી

મહારાષ્ટ્ર, પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં રસીકરણની સ્પીડ વધારવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રુપાણીએ આજે જણાવ્યું કે દેશમાં બનેલી વેક્સિન સુરક્ષિત છે અને 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કોરોના વેક્સીન અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ ખુબજ વધી રહ્યા છે. સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોગાનું જોગ વેક્સીનનું (Corona Vaccine) શસ્ત્ર આપણાં હાથમાં આવી ગયું છે. ઝડપથી લોકો વેક્સીન પ્રાપ્ત કરે અને પોતાના શરીરમાં એન્ટી બોડી (Anty Bodies) ડેવલપ કરે. કોરોનાને મ્હાત આપે. આજ આપણા માટે શ્રેષ્ટ રસ્તો છે.

તેમણે વધુમાં કહ્યું કે આવતીકાલ 1 એપ્રિલ 2021 થી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરી રહ્યાં છીએ. મને બરાબર યાદ છે કે, એક વર્ષ પહેલા રાજકોટમાં કોરોનાનો કેસ આવ્યો હતો. લગભગ 18 માર્ચ 2020 ના રોજ કેસ નોંધાયો હતો. ત્યારથી જ રાજ્ય સરકાર કોરોના સામે લડવા સતત સક્રિય રહી છે અને સજ્જ બનીને આ કોરોનાને મ્હાત કરવા આપણે સૌ સામુહિક પ્રયત્ન કરી રહ્યા છીએ.

શરૂઆતમાં કોરોના એક નવો રોગ હતો. કઈ દવા, કઇ ટ્રિટમેન્ટ, શું વ્યવસ્થા કરવી પડશે. આ કલ્પના પણ ન હતી. મને બરાબર યાદ છે કે, અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલના નિર્ણયની જેહારાત કરી હતી ત્યારે લોકોએ કહ્યું હતું કે, 1200 બેડ જોઈશે. ત્યારે મેં એમ પણ કહ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરું છું કે એક પણ બેડ ભરાય નહીં. પરંતુ જો મહામારીનો વ્યાપ વધે તો તેની ભવિષ્યની તૈયારી એટલા માટે આ 12 બેડની જાહેરાત કરી હતી.