Not Set/ ફોટોગ્રાફીનાં શોખીન માટે Fujifilm એ લોન્ચ કર્યો X-A7 મિરર લેસ કેમેરો

જાપાનની ટેક કંપની ફુજીફિલ્મે સોમવારે ભારતમાં પોતાનો સૌથી વિશિષ્ટ મિરર લેસ કેમેરો એક્સ-એ 7 (Fujifilm X-A7) લોન્ચ કર્યો છે. આ કેમેરામાં યુઝર્સને 24.24 મેગાપિક્સલનો એપીએસ-સી સેન્સર મળશે. વળી કંપનીએ આ કેમેરાની કિંમત 59,999 રૂપિયા રાખી છે અને આ સાથે આ ડિવાઇસનાં ગ્રાહકોને ફુજીનોન એક્સસી 15-45 એમએમની લેંન્સ કીટ પણ આપવામાં આવશે. ફ્યુજીફિલ્મ એક્સ-એ7 કેમેરો કેમલ, […]

Tech & Auto
FujiFilm XA7 ફોટોગ્રાફીનાં શોખીન માટે Fujifilm એ લોન્ચ કર્યો X-A7 મિરર લેસ કેમેરો

જાપાનની ટેક કંપની ફુજીફિલ્મે સોમવારે ભારતમાં પોતાનો સૌથી વિશિષ્ટ મિરર લેસ કેમેરો એક્સ-એ 7 (Fujifilm X-A7) લોન્ચ કર્યો છે. આ કેમેરામાં યુઝર્સને 24.24 મેગાપિક્સલનો એપીએસ-સી સેન્સર મળશે. વળી કંપનીએ આ કેમેરાની કિંમત 59,999 રૂપિયા રાખી છે અને આ સાથે આ ડિવાઇસનાં ગ્રાહકોને ફુજીનોન એક્સસી 15-45 એમએમની લેંન્સ કીટ પણ આપવામાં આવશે. ફ્યુજીફિલ્મ એક્સ-એ7 કેમેરો કેમલ, ડાર્ક સિલ્વર, મિન્ટ ગ્રીન, નેવી બ્લૂ અને સિલ્વર કલર પણ આ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

આ કેમેરો ટ્રાવેલ ફોટોગ્રાફરો માટે શ્રેષ્ઠ રહેશે તેવુ કહેવામાં આવી રહ્યુ છે. અગાઉ, કંપનીએ સપ્ટેમ્બરમાં વૈશ્વિક સ્તરે ફુજીફિલ્મ એક્સ-એ7 લોન્ચ કર્યો હતો. વળી ફુજીનોન એક્સસી 15-45 એફ 3.5-5.6 ઓઆઇએસ પીઝેડ એમએમ લેન્સ કીટ આ કેમેરા સાથે યુએસનાં ગ્રાહકોને આપવામાં આવી હતી. વળી તે ટ્રાવેલ્સ ફોટોગ્રાફરો અને વીલોગર્સ માટે એક સારો કેમેરો છે, કારણ કે તેમાં શાનદાર લેન્સવાળી ઘણી સુવિધાઓ મળશે. આ કેમેરામાં, વપરાશકર્તાઓને કેઝ્યુઅલ સ્નેપશોટ્સને ક્લિક કરવાની તક પણ મળશે.

કંપનીએ આ ડિવાઇસમાં 3.5 ઇંચનું એલસીડી ડિસ્પ્લે અને 1,000 candelas આપવામાં આવેલ છે. આ કેમેરાની વિશેષતા વિશે વાત કરીએ તો યૂઝર્સને તેમા વિવિધ એન્ગલોનું નિરીક્ષણ કરવા માટેનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેથી તેઓ દરેક એંગલનાં શ્રેષ્ઠ ફોટાને ક્લિક કરી શકે. આ સિવાય આ ડિવાઇસમાં પોટ્રેટ ઇન્હેન્સર મોડ આપવામાં આવ્યો છે, જે સ્વ-પોટ્રેટની ગુણવત્તાને સારી બનાવે છે. યૂઝર્સને તેમની કંપનીનાં આ મિરર લેસ કેમેરામાં 24.2 મેગાપિક્સલનો એપીએસ-સી સીમોસ સેન્સર મળશે, જેમાં 425 પીડીએએફ પોઇન્ટ છે. વળી તેનું સેન્સર જૂના મોડેલ કરતા 8.5 ગણુ વધારે છે. કંપનીએ વર્ષનાં પ્રારંભમાં ફુજીફિલ્મ એક્સ-એ5 લોન્ચ કર્યું હતું. આ કેમેરાની આઇએસઓ રેંજ 100-12,800 છે, જેને વધારીને 25,600 કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.