Gadgets/ Paytm યુઝર્સ આનંદો, હવે 24×7 RTGS ની મદદથી કરી શકશો Money ટ્રાન્સફર

દેશમાં આરટીજીએસ (રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ) સુવિધાએ 14 ડિસેમ્બરથી પ્રતિ દિવસ 24 કલાક કામ કરવાનું શરૂ કર્યું છે….

Tech & Auto
1st 28 Paytm યુઝર્સ આનંદો, હવે 24x7 RTGS ની મદદથી કરી શકશો Money ટ્રાન્સફર

દેશમાં આરટીજીએસ (રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ) સુવિધાએ 14 ડિસેમ્બરથી પ્રતિ દિવસ 24 કલાક કામ કરવાનું શરૂ કર્યું છે. આ શ્રેણીમાં, ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ (Paytm) એ પણ વ્યવસાય અને વિક્રેતાઓ માટે આરટીજીએસ સેવા 24×7 શરૂ કરી દીધી છે.

1st 29 Paytm યુઝર્સ આનંદો, હવે 24x7 RTGS ની મદદથી કરી શકશો Money ટ્રાન્સફર

RTGS સેવા હવે દરેક સમયે Paytm યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ દિવસના 24 કલાક, અઠવાડિયાનાં સાતે દિવસ ઉપલબ્ધ રહેશે. આની મદદથી યુઝર્સ ક્યારે પણ અને કોઈપણ સમયે આરટીજીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકશે. RBI એ 14 ડિસેમ્બર, 2020 થી આરટીજીએસ સેવાને 24 કલાક માટે ઉપલબ્ધ રહેવાની સૂચના આપ્યા બાદ Paytm એ આ નિર્ણય લીધો છે.

1st 30 Paytm યુઝર્સ આનંદો, હવે 24x7 RTGS ની મદદથી કરી શકશો Money ટ્રાન્સફર

24×7 આરટીજીએસ ડિજિટલ ટ્રાંઝેક્શન કરનારા લોકોને ઘણી સુવિધા મળશે. આપને જણાવી દઇએ કે, આરટીજીએસ એ એક સિસ્ટમ છે જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વ્યવહારો માટે થાય છે. વળી NEFT માંથી ફક્ત 2 લાખ રૂપિયા સુધીની ઓનલાઇન લેવડદેવડ થઈ શકે છે. આરટીજીએસની શરૂઆત 26 માર્ચ 2004 નાં રોજ કરવામાં આવી હતી. તે સમયે માત્ર ચાર બેન્કો ચુકવણીની સુવિધા પૂરી પાડતી હતી. હાલમાં આરટીજીએસ તરફથી દરરોજ 6.35 લાખ ટ્રાન્ઝેક્શન થાય છે. દેશભરની લગભગ 237 બેંકો આ સિસ્ટમ દ્વારા દરરોજ રૂ.4.17 લાખ કરોડનાં વ્યવહાર કરે છે.

1st 31 Paytm યુઝર્સ આનંદો, હવે 24x7 RTGS ની મદદથી કરી શકશો Money ટ્રાન્સફર

Paytm એ કહ્યું કે, MSMEs ને મોટી કંપનીઓથી ફાયદો થશે જે આરટીજીએસ સેવા 24×7 રાખીને તેમનો સમય અને સંસાધનો બચાવવા માટે ઓટોમેટેડ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરે છે. Paytm નો દાવો છે કે વોલેટ, યુપીઆઈ, આઈએમપીએસ, એનઇએફટી અને આરટીજીએસ દ્વારા 365 દિવસ અને 24 કલાક સુધી કોઈ તકલીફ વિના લોકોને ટ્રાન્સફર કરવાનું તે એકમાત્ર ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. કંપનીનું માનવું છે કે આરબીઆઈનાં આ નિર્ણયથી દેશમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વધારો થશે.

2021 માં આ કાર કંપનીઓ કિંમતમાં કરવા જઇ રહી છે વધારો

Motorola નાં ચાહકો તૈયાર રહો, આજે કંપની કરી રહી છે આ સ્માર્ટફોન લોન્ચ

Hyundai i20 ખૂબ થઇ રહી છે સેલ, માત્ર 40 દિવસમાં 30 હજાર કાર થઇ બુક

Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો