Not Set/ NDAમાં ફૂટ ? મહારાષ્ટ્રમાં સેના, ઝારખંડમાં LJP ઉપરાંત AJSU પણ થઈ અલગ

NDAમાં ફુટ! મહારાષ્ટ્રમાં શિવસેનાએ સાથ છોડ્યો ઝારખંડમાં LJP અલગ થઇ LJP ઉપરાંત AJSU પાર્ટી પણ થઈ અલગ ઝારખંડમાં એકલા દમ પર ચૂંટણી સીટનાં બટવારામાં પડી ફૂટ શું આ ભાજપ અને NDAના વળતા પાણીનાં એંધાણ છે. એક તરફ માહારાષ્ટ્રમાં NDAનાં સૌથી જૂના અને વિશ્વાસુ સાથી શિવસેનાએ 30 વર્ષ પછી ભાજપનો સાથ છોડ્યો છે. તો હવે ઝારખંડમાં પણ […]

Top Stories India Politics
ravilash chirag paswan NDAમાં ફૂટ ? મહારાષ્ટ્રમાં સેના, ઝારખંડમાં LJP ઉપરાંત AJSU પણ થઈ અલગ
  • NDAમાં ફુટ!
  • મહારાષ્ટ્રમાં શિવસેનાએ સાથ છોડ્યો
  • ઝારખંડમાં LJP અલગ થઇ
  • LJP ઉપરાંત AJSU પાર્ટી પણ થઈ અલગ
  • ઝારખંડમાં એકલા દમ પર ચૂંટણી
  • સીટનાં બટવારામાં પડી ફૂટ

શું આ ભાજપ અને NDAના વળતા પાણીનાં એંધાણ છે. એક તરફ માહારાષ્ટ્રમાં NDAનાં સૌથી જૂના અને વિશ્વાસુ સાથી શિવસેનાએ 30 વર્ષ પછી ભાજપનો સાથ છોડ્યો છે. તો હવે ઝારખંડમાં પણ ભાજપ એકલો પડી ગયો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.  LPG અધ્યક્ષ ચિરાગ પાસવાને ઝારખંડ વિધાન સભા ચૂંટણી એકલા દમ પર લડવાની જાહેરાત કરી તો સાથે સાથે AJSU પણ ભાજપ સાથે ઝારખંડમાં છેડો ફાડી રહી છે.

ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં રામવિલાસ પાસવાન અને તેની પાર્ટ એલજેપી તરફથી ભાજપ પાસે માત્ર 6 બેઠકોની માંગ કરનામાં આવી હતી. ભાજપ અને NDA દ્વારા આ માંગણીની અવગણા કરવામાં આવતા LJPના ચિરાગ પાસવાને ઝાપખંડમાં એકલા ચૂંટણી લડવાની જોહેરાત કરી હતી.

આપને જણાવી દઇએ કે, ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો પર 5 તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે.  30 નવે. થી  20 ડિસે. સુધી વિવિધ તબક્કામાં કરવામાં આવેલ મતદાનની 23 ડિસે. મતગણના બાદ ચૂંટણી પરિણામ જાહેર થશે. અને આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પણ આગવા પ્લાનીંગ સાથે મેદાનમાં ઝુકાવવામાં આવી રહ્યું છે. LJPની નારાજગી સાથે જ ઝારખંડ વિધાનસભાની 50 બેઠકો પર LJPએ તેના ઉમેદવારોના નામની સૂચિ બહાર પાડી પણ દીધી છે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગને હાલમાં જ પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચિરાગ પાસવાન સતત બે વખત બિહારની જામુઇ લોકસભા બેઠક પર સાંસદ છે.

ત્યારે હાલ ભાજપ માટે મહારાષ્ટ્રની જેમ જ ઝારખંડમાં પણ સંકટના વાદળ જોવા મળ્યો છે. ઝારખંડમાં એનડીએના ગઠબંધનથી દુર રહી ને ચિરાગ પાસવાને પણ ઝારખંડમાં એકલા લડવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. એલજેપી અત્યાર સુધી ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન એનડીએનો એક ભાગ હતો.

NDAની અન્ય સહયોગી પાર્ટી ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ એટલે કે AJSU એ પણ ભાજપ સાથે ચર્ચા કર્યા વિના 12 બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી હતી. પણ ભાજપે પહેલાથી જ આમાંથી 3 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. આ અંગે AJSUનું કહેવું હતુ કે ભાજપ તેમને મજબૂત બેઠકો નથી આપી રહી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન