Not Set/ ચીનના બીઆરઆઇ સામે જી-7 દેશોનું બી 3 ડબલ્યુ લાવવાની યોજના

જી-7 લાવશે બી 3 ડબલ્યુ યોજના

World
america 1 ચીનના બીઆરઆઇ સામે જી-7 દેશોનું બી 3 ડબલ્યુ લાવવાની યોજના

 વિશ્વના સાત ધનિક લોકશાહી દેશો ચીનને મોટો ઝટકો આપવા જઈ રહ્યા છે.  જી 7 દેશોએ મોટી ઇન્ફ્રા યોજના દ્વારા ચીનના બેલ્ટ અને રોડને કાપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વૈશ્વિક માળખાકીય સુવિધાઓ દ્વારા વિકાસશીલ દેશોને જ મદદ કરવામાં આવશે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વપ્ન પ્રોજેક્ટને મોટો ફટકો પણ પડશે. બીઆરઆઈ થકી, ચીન વિકાસના સપના બતાવીને ગરીબ અને નાના દેશોને લોનની જાળમાં ફસાવવા પ્રયાસ કરી રહ્યું છે.

જી 7 ના નેતાઓએ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેંડમાં બેઠક ચાલી રહી છે અને બેઇજિંગ સાથે વ્યૂહાત્મક સ્પર્ધા અંગે ચર્ચા કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જ બાઇડેન અને અન્ય જી 7 નેતાઓ બિલ્ડ બેક બેટર વર્લ્ડ (બી 3 ડબલ્યુ) પહેલ દ્વારા ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટને કાપવા માગે છે. વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પારદર્શક માળખાગત પ્રોજેક્ટ પર લગભગ 40 ટ્રિલિયન ડોલર ખર્ચ થશે.

બાઇડેનના પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ માત્ર ચીન સાથે સ્પર્ધા નથી તેને રોકવા માટે નથી અત્યાર સુધી અમે સકારાત્મક વિકલ્પ આપ્યા નથી.જે અમારા મૂલ્યો અને વ્યવસાયને અમારા ધોરણોને પ્રદર્શિત કરે છે.હાઉસને કહ્યું કે જી 7 અને તેના ભાગીદારો પર્યાવરણ, આરોગ્ય, ડિજિટલ ટેકનોલોજી અને લિંગ સમાનતા જેવા ક્ષેત્રોમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવા પહેલનો ઉપયોગ કરશે.

આ યોજના બરાબર કેવી રીતે કાર્ય કરશે અને તેના માટે કેટલું ફંડ ફાળવવામાં આવશે તે હજી સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2013 માં બીઆરઆઈની શરૂઆત કરી હતી. વિકાસ અને રોકાણની પહેલને સમાવીને એશિયાથી યુરોપ સુધી નેટવર્ક બનાવવાની યોજના છે. 100 થી વધુ દેશોએ ચીનના રેલ, બંદર અને હાઇવે જેવા પ્રોજેક્ટ્સ સાથે કરાર કર્યા છે.