MI vs CSK/ મુંબઈ સામે અણનમ 88 રન બનાવી ગાયકવાડે બનાવ્યો મોટો રેકોર્ડ

બીજા ચરણની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જે બાદ આ મેચને ચેન્નઈએ 20 રને મેચ જીતી લીધી હતી.

Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 નો બીજો રાઉન્ડ રવિવારે (19 સપ્ટેમ્બર) UAE માં શરૂ થયો. કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે 29 મેચ બાદ સીઝન મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારથી, બાકીની 31 મેચ UAE માં બીજા તબક્કામાં રમવાની છે. બીજા ચરણની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચને ચેન્નઈએ 20 રને મેચ જીતી લીધી હતી. આ વિજયમાં ઋતુરાજ ગાયકવાડે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો – ગુજરાત / રાજકોટ ક્રિકેટ રસિકો માટે Good News, ભારત-દ.આફ્રિકા વચ્ચે આ તારીખે રમાશે T-20 મેચ

મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવતા ચેન્નઈનાં ઋતુરાજે 58 બોલમાં નવ ચોક્કા અને ચાર છક્કાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા. IPL માં ગાયકવાડની આ છઠ્ઠી અડધી સદી છે. તેણે પોતાની IPL કારકિર્દીની 14 મી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં, ગાયકવાડ સૌથી ઝડપી એટલે કે ટૂંકી ઇનિંગમાં 6 વખત 50 અથવા વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે મેથ્યુ હેડનની બરાબરી પણ કરી દીધી છે. IPL માં છઠ્ઠી વખત 50 થી વધુ રન બનાવવા માટે હેડને 14 ઇનિંગ્સ લીધી હતી. યાદીમાં ટોચ પર શોન માર્શ છે, ત્યારબાદ લેન્ડલ સિમોન્સ છે. માર્શે IPL માં 10 ઇનિંગ્સમાં અને સિમોન્સે 12 ઇનિંગ્સમાં પોતાની છઠ્ઠી અડધી સદી પૂરી કરી હતી. આ સિવાય UAE માં ગાયકવાડની સતત ચોથી અડધી સદી બની હતી. આવું કરનાર તે પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ પહેલા UAE માં કોઈએ સતત ચાર વખત IPL માં 50 કે તેથી વધુ રન બનાવ્યા ન હોતા. ગત વર્ષે કોરોના વાયરસનાં ખતરાને જોતા IPL 2020 સીઝન UAE માં રમાઈ હતી. ગાયકવાડે ચેન્નઈની છેલ્લી ત્રણ મેચમાં તે સીઝનમાં અડધી સદી ફટકારી હતી. રવિવારે તેણે UAE માં સતત ચોથી અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો – IPL 2021 / માહીભાઈ સાથે હોય ત્યારે વધારે વિચારવાની જરૂર નથીઃ ગાયકવાડ

તેણે ગયા વર્ષે UAE માં છેલ્લી ત્રણ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અણનમ 65, કોલકાતા નાઇટ રાઇડર્સ સામે અણનમ 72 અને પંજાબ કિંગ્સ સામે અણનમ 62 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, ઋતુરાજ મુંબઈ સામે ચેન્નઈ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ માઈકલ હસીનાં નામે હતો. તેણે 2013 માં મુંબઈ સામે 86 રન બનાવ્યા હતા. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ચેન્નઈએ ખરાબ શરૂઆત કરી હતી. ટીમે 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ગાયકવાડે રવિન્દ્ર જાડેજા સાથે અડધી સદીની ભાગીદારી કરી અને ટીમની ઇનિંગ પાટા પર આવી હતી. જાડેજા 26 રને આઉટ થયો હતો. આ પછી ડ્વેન બ્રાવોએ આઠ બોલમાં 23 રનની તોફાની ઇનિંગ રમી હતી. ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા અને મુંબઈને 157 રનનો પડકાર આપ્યો હતો. મુંબઈ તરફથી એડમ મિલને, જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી. 157 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ 20 ઓવરમાં 8 વિકેટે 136 રન જ બનાવી શકી હતી. જેે બાદ ચેન્નઈ 20 રનથી જીતી ગયું હતુ. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ 50 રન બનાવ્યા હતા અને તે સિવાય કોઈ 20 રનનો આંકડો પણ પાર કરી શક્યું ન હોતુ. ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવોએ 3 વિકેટ લીધી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડે એક-એક વિકેટ લીધી હતી.