કાર્યવાહી/ કોરોના કાળમાં જુગારીઓને નથી જપ, ઉપલેટામાં પકડાયું જુગારધામ

કોરોના કાળમાં જુગારીઓને જપ નથી. બસ જગ્યા અને મોકો મળે તો તેઓ જુગાર રમવાનું શરૂ કરી દેતા હોય છે. અને અત્યારે આવા ખરાબ સમયમાં પણ જુગારીઓ બંધબારણે કે પછી જગ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જેનો એક સીધો ઉદાહરણ ઉપલેટા પાસેના પાનોલી ગામથી જોવા મળી રહ્યો છે.   ઉપલેટાના મોટી પાનેલી ગામે જાહેરમાં જુગાર રમી […]

Gujarat
Makar 18 કોરોના કાળમાં જુગારીઓને નથી જપ, ઉપલેટામાં પકડાયું જુગારધામ

કોરોના કાળમાં જુગારીઓને જપ નથી. બસ જગ્યા અને મોકો મળે તો તેઓ જુગાર રમવાનું શરૂ કરી દેતા હોય છે. અને અત્યારે આવા ખરાબ સમયમાં પણ જુગારીઓ બંધબારણે કે પછી જગ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જેનો એક સીધો ઉદાહરણ ઉપલેટા પાસેના પાનોલી ગામથી જોવા મળી રહ્યો છે.

 

ઉપલેટાના મોટી પાનેલી ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખસોને ભાયાવદર પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 15970 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે ઉપલેટાના મોટી પાનેલી ગામે પંચશીલ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા રજનીકાંત વિનોદરાય ચોંટાઈ (ઉ.વ 44), હિતેશ અમૃતલાલ સવજાણી (ઉ.વ 57), ટપુ કેશૂરભાઈ ગંભીર (ઉ.વ 54), મનજી પાલાભાઈ બેડવા (ઉ.વ 52), રાજેશ ભાણજીભાઈ પોપટ (ઉ.વ 46)ને જુગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રોકડા રૂપિયા 15970 કબજે કરી હતી.