Gandhidham News : ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલના મામલામાં ફરજ પરના પાંચ જેલ કર્મચારીએઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ગળપાદર જેલના જેલર, સુબેદાર, હવાલદાર અને બે સિપાહીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ બનાવની વિગત મુજબ ગાંધીધામની ગળપાદર જેલમાં ગેરરીતિઓ ચાલતી હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે આ જેલમાં સરપ્રાઈજ ચેકિંગ હાથ ધર્યું હતું.
આ ચેકિંગ દરમિયાન દારૂ, 50,000 રૂપિયા રોકડા અને ચાર મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. તે સિવાય છ કેદી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચકચારભર્યા જ્યંતી ભાનુશાળી મર્ડર કેસના આરોપી સુરજીત ભાઉ સહિત છ આરોપી પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
