Not Set/ કૃષિમંત્રીએ ખેડૂતો નારાજ હોવાની વાત નકારી.એક બે બજારો છોડી તમામ બજાર સમિતિ ચાલુ: ફળદુ

ગાંધીનગર, ગુજરાતના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં મુખ્યમંત્રી ભાવાંતર યોજનાને બદલે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. ખેડૂતોને કહેવું છે કે સરકારે અમારી માંગણીઓને નજર અંદાજ કરી તેમની યોજના લાગી કરી દીધી છે જે તેમને માન્ય નથી. જેને લઈને રાજ્યભરમાંથી કેટલીક બજાર સમિતિ દ્વારા બંધ પાળવામાં આવી રહ્યો […]

Top Stories Gujarat
mantavya 7 કૃષિમંત્રીએ ખેડૂતો નારાજ હોવાની વાત નકારી.એક બે બજારો છોડી તમામ બજાર સમિતિ ચાલુ: ફળદુ

ગાંધીનગર,

ગુજરાતના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં મુખ્યમંત્રી ભાવાંતર યોજનાને બદલે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. ખેડૂતોને કહેવું છે કે સરકારે અમારી માંગણીઓને નજર અંદાજ કરી તેમની યોજના લાગી કરી દીધી છે જે તેમને માન્ય નથી.

જેને લઈને રાજ્યભરમાંથી કેટલીક બજાર સમિતિ દ્વારા બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે કૃષિમંત્રી આર. સી.    ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરી માર્કેટ યાર્ડ બંધ હોવાની વાતને સત્યથી વેગળી કહી છે.

આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, માત્ર રાજકોટ અને જેતપુર માર્કેટ યાર્ડ બંધ છે જ્યારે રાજ્યના બીજા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાની વાત કરી હતી.. વધુમાં તેમને જણાવ્યું હતુ કે જો ખેડૂતો નારાજ હોતતો ઓનલાઈન રજીસ્ટ્રેશન જ ન કરાવત પણ બે કલાકમાં ચાર હજારથી વધુ ધરતી પુત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે ટેકાના ભાવ નો વિરોધ માત્ર ને માત્ર કેટલાક એપીએમસીના દલાલ મંડળો દ્વારા જ કરવામાં આવે છે ત્યારે આ વિરોધ ખેડૂતોનો છે જ નહીં ઉપરાંત ટેકા ના ભાવ ની ખરીદી અંગે નાફેડ સાથે ઘનિષ્ઠ ચર્ચા કરી છે અને ગયા વર્ષ જેવી ખામી ના રહે તેની તકેદારી રાખવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો.

કેટલીક જગ્યાએ સર્વર ડાઉન હોવાથી કે કામ ન કરતા હોવાથી ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે,  પરંતુ ટેક્નિકલ ખામી  સુધારવા તંત્ર પ્રયત્નશીલ છે  અને  છેલ્લામાં છેલ્લો ખેડૂત ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવે ત્યાં સુધી અમે આ પ્રક્રિયા બંધ કરીશું નહીં.  આર.સી.ફળદુ એ જણાવ્યું હતું તો બીજી તરફ પ્રતિ ક્વિન્ટલ 5000 રૂપિયા જે નક્કી કર્યા છે તે પૈસા ખેડૂતના ખાતામાં જમા થઈ જશે.