Gandhinagar News: ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીને પાંચ લાખ રૂપિયાની લાંચ (Gandhinagar bribery case) લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. સોલાર પેનલ સંબંધિત મંજૂરી અને એનઓસી આપવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અધિકારીની ધરપકડ બાદ સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ACBએ ગોઠવી ટ્રેપ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર (Gandhinagar bribery case) ACBને ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ મળી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સોલાર પેનલ ફિટિંગ માટે જરૂરી લાયસન્સ અને NOC આપવા બદલ મોટી રકમની માંગણી કરવામાં આવી રહી હતી. ફરિયાદના આધારે એસીબીએ જાળ બિછાવીને ટ્રેપ ગોઠવ્યો હતો. દરમિયાન અધિકારીને કચેરી પરિસરમાં જ 5 લાખ રૂપિયાની લાંચ (Gandhinagar bribery case) સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
Gandhinagar bribery case: કારમાંથી પણ મળી રોકડ રકમ
ACBની ટીમે કાર્યવાહી બાદ અધિકારીની કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગથી રાખેલા પાંચ લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ રોકડ અંગે અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.આથી એસીબીને વધુ શંકા જતા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ અને સુરતમાં દરોડા
એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવીને અધિકારીના અમદાવાદ અને સુરત સ્થિત મકાનો પર મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા.દરોડા દરમિયાન એસીબીને કરોડો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારો, ફિક્સ ડિપોઝિટ્સ, સોના-ચાંદીના દાગીના અને કરોડોની કિંમતની મિલકતોના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આવક સામે સંપત્તિની તપાસ
હાલ એસીબી અધિકારીની કાયદેસરની આવક અને મળી આવેલી સંપત્તિ વચ્ચે સરખામણી કરી રહી છે. તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા
