Gandhinagar News : સબસિજીવાળા ખાતર મામલે સરકાર એક્શનમાં આવી છે. જેમાં અલગ-અલગ 80થી વધુ વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાંઆવી છે. દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગમાં 2 વિક્રેતાઓના પરવાના રદ્દ કરવામાં આવ્યા હતા. તે સિવાય અન્ય 5 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસમાં 500 જેટલા કેન્દ્રો પર ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં રાજ્યના 18 જિલ્લાના ખાતરના વેચાણ કેન્દ્રો તપાસ કરવામાં આવી હતી. જ્યારે ખાતરના વેચાણ કેન્દ્રો પર 54 ટીમોએ તપાસ કરી હતી. ઉપરાંત રાજ્યમાં 348 છૂટક ખાતર વિતરણ કેન્દ્રો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત હોલસેલમાં ખાતરનું વેચાણ કરતા 11 કેન્દ્રો પર તપાસ કરાઈ હતી. એટલું જ નહી ઇન્ડસ્ટ્રીયલ યુરિયાનું વેચાણ કરતા 10 કેન્દ્રો પર તપાસ કરવામાં આવી હતી.
દરમિયાન વેચાણ કેન્દ્રો પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે સિવાય ખાતરનું વેચાણ કરતા 86 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. SGST વિભાગના સંકલન સાથે વેચાણ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તંત્રની 54 ટીમ વિવિધ કેન્દ્રો પર તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
