Not Set/ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ છે અને રહેશે, અમિત ચાવડાની પ્રતિક્રિયા આવી સામે

ગાંધીનગર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોર પર પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યુ કે કોંગ્રેસમાં સંપૂર્ણ લોકશાહી છે. કોઈ નેતા દિલ્હીમાં નેતાઓને મળવા જાય તેમાં કોઈ કુશંકા ના હોઈ શકે. અલ્પેશની મોટા નેતાઓ સાથેની બેઠક પક્ષના કામ માટે જ છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ છે અને રહેશે. ભાજપ લોકોનુ ધ્યાન ભટકાવાનાન પ્રયત્નો કરી રહી […]

Top Stories Gujarat
mantavya 169 અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ છે અને રહેશે, અમિત ચાવડાની પ્રતિક્રિયા આવી સામે

ગાંધીનગર,

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોર પર પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યુ કે કોંગ્રેસમાં સંપૂર્ણ લોકશાહી છે. કોઈ નેતા દિલ્હીમાં નેતાઓને મળવા જાય તેમાં કોઈ કુશંકા ના હોઈ શકે.

અલ્પેશની મોટા નેતાઓ સાથેની બેઠક પક્ષના કામ માટે જ છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ છે અને રહેશે. ભાજપ લોકોનુ ધ્યાન ભટકાવાનાન પ્રયત્નો કરી રહી છે.

તો બીજી તરફ તેઓએ ઉમેદવાર પસંદગી જાહેર અંગે જણાવ્યુ કે, જે નામોની પસંદગી કરવામાં આવી છે તે સર્વ સ્વીકૃત ચહેરા છે. પાર્ટીએ સિનિયર અને યુવા ચહેરાઓની પસંદગી કરી છે. પ્રજામાં લોકપ્રિય આગેવાનો હોય તેમની જાહેરાત થશે.

ધારાસભાયોને પણ ચાન્સ આપવામાં આવશે. લોકસભાનો વિસ્તાર મોટો હોવાથી ઊમેદવારોને વધારે સમય મળે તે માટે વહેલા નામ જાહેર કરાયા છે. તો તેઓએ ભગવાનભાઇ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે અધ્યક્ષનો નિર્ણય રાજકીય કિન્નાખોરી ભરેલો છે.

ચુકાદા પર સ્ટે આપવામાં આવ્યો હોવા છતાં ખોટી રીતે નિર્ણય લેવાયો છે. અધ્યક્ષે ખોટી રીતે સરકારના દબાણમાં નિર્ણય લીધો છે. ન્યાય માટે રાજ્યપાલ પાસે જઈશું. અમારા ધારાસભ્ય એમના પદ પર કાયમ રહેશે.