Not Set/ સરકારના સંચાર મંત્રાલયનું મહત્વનું પગલું, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની થશે શરૂઆત

ગાંધીનગર, ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણીની સેવાને પ્રોત્સાહન આપવા પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય ભારત સરકાર દ્વારા ” ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક “(ippb)ની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રોજેકટ ભારત સરકારના દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવા તેમજ ડિજિટલ ચુકવણીની સેવાને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે આગળ વધશે. તેના અંતર્ગત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની 650 શાખાઓ […]

Trending

ગાંધીનગર,

ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણીની સેવાને પ્રોત્સાહન આપવા પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય ભારત સરકાર દ્વારા ” ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક “(ippb)ની શરૂઆત કરવામાં આવી રહી છે.

આ પ્રોજેકટ ભારત સરકારના દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવા તેમજ ડિજિટલ ચુકવણીની સેવાને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે આગળ વધશે. તેના અંતર્ગત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની 650 શાખાઓ કાર્યરત થશે અને વિવિધ પોસ્ટ ઓફિસમાં લગભગ 1.55 લાખ એક્સેસ પોઇન્ટ હશે.

ગુજરાતમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની 32 શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં આશરે 8900 એક્સેસ પોઇન્ટ કાર્યરત થશે જેના મારફતે 7000થી વધુ ગ્રામીણ ડાક સેવક અને 4000 પોસ્ટમેન આ સેવા ઘર આંગણે પહોંચાડશે.