Not Set/ ગાંધીનગર/ જાણો, વકફ બોર્ડની કામગીરી ક્યારથી ઓનલાઈન થશે, તેનાથી કોને શું ફાયદો થશે..?

રાજ્ય ના મુસ્લિમ સમાજ માટે રાજ્યનુ વકફ બોર્ડ કાર્ય કરેછે. વકફ બોર્ડ ના તાબા હેઠળ આવતા મુસ્લીમ સમાજના વિવિધ ટ્રસ્ટોના રેકોર્ડ સાચવવાથી લઇને મુસ્લીમ સમાજના લાભ માટે પહેલ કરવાની જવાબદારી વકફ બોર્ડની છે. વકફ બોર્ડની કામગીરી આટલા વર્ષો સુધી મેન્યુઅલ રહી છે પરંતુ, હવે આટલા વર્ષોમાં પહેલી વાર વકફ બોર્ડ હવે તેની બધી જ કામગીરી […]

Uncategorized
download 1 7 ગાંધીનગર/ જાણો, વકફ બોર્ડની કામગીરી ક્યારથી ઓનલાઈન થશે, તેનાથી કોને શું ફાયદો થશે..?

રાજ્ય ના મુસ્લિમ સમાજ માટે રાજ્યનુ વકફ બોર્ડ કાર્ય કરેછે. વકફ બોર્ડ ના તાબા હેઠળ આવતા મુસ્લીમ સમાજના વિવિધ ટ્રસ્ટોના રેકોર્ડ સાચવવાથી લઇને મુસ્લીમ સમાજના લાભ માટે પહેલ કરવાની જવાબદારી વકફ બોર્ડની છે. વકફ બોર્ડની કામગીરી આટલા વર્ષો સુધી મેન્યુઅલ રહી છે પરંતુ, હવે આટલા વર્ષોમાં પહેલી વાર વકફ બોર્ડ હવે તેની બધી જ કામગીરી ઓનલાઇન કરવા જઇ રહ્યુ છે તો સાથે સાથે અમદાવાદમાં સૌ પ્રથમ વખત મુસ્લીમ સમાજ માટે રહેવાસી હોસ્ટેલના બિલ્ડીંગોને પણ મંજૂરી આપવામાં આવી છે.

download 2 4 ગાંધીનગર/ જાણો, વકફ બોર્ડની કામગીરી ક્યારથી ઓનલાઈન થશે, તેનાથી કોને શું ફાયદો થશે..?

રાજ્યના વકફ બોર્ડ  હેઠળ અંદાજે 15  હજાર જેટલા મુસ્લીમ ટ્ર્સ્ટોનો સમાવેશ થાય છે.

મુસ્લીમ ટ્રસ્ટો તેમના હેતુઓ ઉપર યોગ્ય માર્ગે ચાલે છે કે નહીં,

તેના ટ્ર્સ્ટીઓ પ્રોપર કાર્ય કરેછે કે નહીં, ટ્ર્સ્ટોના ઓડીટ રિપોર્ટ યોગ્ય રીતે રજૂ થયા છે કે નહીં તે જોવાની તમામ જવાબદારી વકફ બોર્ડની હોય છે

અને કાર્ય માટે વકફ બોર્ડને ટ્રસ્ટો બે ટકા અને સાત ટકા લેખે ફાળો પણ આપતા હોય છે.

પહેલા આ ટ્રસ્ટને પહેલા વિવિધ રેકોર્ડસ કે માહિતી મેળવવા માટે ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડતા હતા. જેને કારણે તેમના સમય અને શક્તિનો વેડફાટ થતો હતો,  અને સાથે કાર્યોમાં પણ વિલંબ થતો હતો. પરંતુ હવે આટલા વર્ષોમાં પહેલી વખત વકફ બોર્ડની તમામ કામગીરી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે  હવે આંગળીની એક ક્લીક પર પંદર હજાર જેટલા ટ્ર્સ્ટ તેમના તમામ રેકોર્ડ ઓનલાઇન જોઇ શકશે.  અત્યાર સુધીમાં અંદાજે દસ હજાર જેટલા ટ્રસ્ટ ઓનલાઇન કરવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને બાકીના પાંચ હજાર ટ્રસ્ટ પણ ઝડપથી ઓનલાઇન કામગીરી  કરવાની દિશામાં આગળ વધશે. સાથે-સાથે રાજ્યમાં ભણતા અને રાજ્ય બહારથી ગુજરાતમાં ભણવા આવતા મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓને રહેવાની તકલીફ નિવારવા અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બે વિશાળ બિલ્ડીંગ બનાવાના નિર્ણયને પણ વકફ બોર્ડે મંજૂરી આપી દીધી છે.

download 18 ગાંધીનગર/ જાણો, વકફ બોર્ડની કામગીરી ક્યારથી ઓનલાઈન થશે, તેનાથી કોને શું ફાયદો થશે..?

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મુસ્લિમો મોટી સંખ્યા માં રહેછે. જુહાપુરા જેવા વિસ્તારમાં વિશાળ હોસ્ટેલો બનવાથી હાઇ એજ્યુકેશન માટે શહેરમાં આવતા વિદ્યાર્થીઓ માટે ઘણી સરળતા થશે , તો વળી તમામ રેકોર્ડ ઓનલાઇન થવાથી રાજ્યભરના ટ્ર્સ્ટોને નાની-નાની વાતે ગાંધીનગર ના ધક્કાઓમાં થી મુક્તિ મળશે.

સ્પે. રિપોર્ટ, વિરેન મહેતા, મંતવ્ય ન્યુઝ, ગાંધીનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.