Gandhinagar News/ હવે ફરિયાદોનો માત્ર કાગળ પર નિકાલ નહીં ચાલે! ગાંધીનગર મેયરે અધિકારીઓને કરી તાકીદ

ગાંધીનગર મેયર રૂપસિંગ ઠાકોરે મનપાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ઓચિંતી મુલાકાત (Gandhinagar Mayor Surprise Visit) લીધી. ઉકેલાયેલી ફરિયાદ અંગે અરજદારને જાતે ફોન કરી કામગીરીની ખાતરી કરી.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Gandhinagar Mayor Surprise Visit: ગાંધીનગર મેયરે જાતે ફોન કરી અરજદાર પાસેથી લીધો ફીડબેક

Gandhinagar News: ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોરે (Rupsingh Thakor) આજે મહાનગરપાલિકા (GMC)ના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સરપ્રાઈઝ મુલાકાત (Gandhinagar Mayor Surprise Visit) લીધી હતી. આ દરમિયાન તેમણે શહેરમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી અને નાગરિકોની ફરિયાદોના નિકાલની સમીક્ષા કરી હતી. ખાસ વાત એ રહી કે મેયરે હેલ્પલાઇન પર નોંધાયેલી અને ઉકેલાયેલી ફરિયાદોમાંથી એક અરજદારને જાતે ફોન કરીને સમસ્યાનું ખરેખર નિરાકરણ આવ્યું છે કે નહીં તેની ખાતરી કરી હતી.

Gandhinagar Mayor Surprise Visit: કાગળ પર નહીં, વાસ્તવિક ઉકેલની ચકાસણી કરી

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત દરમિયાન મેયરે હેલ્પલાઇન વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોની ફરિયાદો માત્ર કોમ્પ્યુટર સિસ્ટમમાં ક્લોઝ ન થાય, પરંતુ તેનો વાસ્તવિક અને સંતોષકારક ઉકેલ આવે છે કે નહીં તે જાણવા તેમણે એક અરજદાર સાથે સીધો ટેલિફોનિક સંવાદ કર્યો હતો.

મેયર સાથેની વાતચીતમાં અરજદારે જણાવ્યું હતું કે તેમની સમસ્યાનો તંત્ર દ્વારા યોગ્ય અને સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો છે. અરજદારનો હકારાત્મક પ્રતિભાવ મળતાં મેયરે સેન્ટરમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને (Civic Complaint Resolution) બિરદાવી હતી. સાથે જ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

સફાઈ, પાણી અને ડ્રેનેજની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા સૂચના

મેયરે શહેરની પ્રાથમિક સુવિધાઓને લગતી ફરિયાદોનો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા તંત્રને તાકીદ કરી હતી. ખાસ કરીને સફાઈ, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદો પ્રત્યે ગંભીરતા દાખવવા સૂચના આપી હતી.

મેયરની આ ઓચિંતી મુલાકાત અને અરજદાર સાથેના સીધા સંવાદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીની સમીક્ષા થઈ હતી. નાગરિકોની ફરિયાદોના માત્ર કાગળ પર નિકાલને બદલે વાસ્તવિક ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંદેશ પણ વહીવટી તંત્રને આપવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: આ વર્ષે મોંઘી પડશે કેસર કેરી? અમરેલીમાં ઠંડીના અભાવે ફ્લાવરિંગને લઈને ખેડૂતો ચિંતિત

આ પણ વાંચો: જામનગર મનપાની સભામાં પ્રજાના પ્રશ્નો સાઈડમાં, નગરસેવકો મોબાઈલમાં વ્યસ્ત!

આ પણ વાંચો: સુરતની કાપડ કંપનીમાં આગનો સિલસિલો યથાવત્: 48 કલાકમાં બીજીવાર ભભૂકી આગ