Not Set/ ગાંધીનગરઃ પ્રમુખ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટની જમીન ધસતાં 4ના મોત

ગાંધીનગરના કુડાસણ પાસે નવા બની રહેલા મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 મજૂરો દટાયા હતા. તમામને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે મુસિબત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે લઇ જવાયા હતા. […]

Uncategorized
orbit ગાંધીનગરઃ પ્રમુખ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટની જમીન ધસતાં 4ના મોત

ગાંધીનગરના કુડાસણ પાસે નવા બની રહેલા મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 મજૂરો દટાયા હતા. તમામને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે મુસિબત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગરના કુડાસણ પાસે પ્રમુખ  ઓર્બિટ મોલનું કામ ચાલી રહ્યું છે જેમાં ખોદકામ દરમિયાન 4 મજૂર અંદર દટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઘટનામાં 3 જેસીબી દ્વારા માટીને દુર કરી ભારે જહેમત બાદ ચારેય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા.

4 મજૂરોના મોત થતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.