Gandhinagar/ પાટનગર ગાંધીનગર ખાતે દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ ઝડપાયા

પોલીસે  સ્વાગત એફોર્ડ નામના એપાર્ટમેંટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દારૂની મહેફિલ માણતા ૧૩ યુવક-યુવતી ઝડપાયા છે. ઇન્ફોસિટી પોલીસે કરી તમામ ની અટકાયત કરી છે

Top Stories Gujarat Others Trending
દારૂની મહેફિલ પાટનગર ગાંધીનગર ખાતે દારૂની મહેફિલ માણતા યુવક
  • ગાંધીનગરમાં દારૂની મહેફીલ ઝડપાઇ
  • દારૂ પાર્ટી કરતા યુવક- યુવતીઓ ઝડપાયા
  • 13 યુવક- યુવતીઓને ઇન્ફોસિટી પોલીસે ઝડપ્યા
  • સરગાસણની આશ્કા હોસ્પિ. પાસેના ફ્લેટની ઘટના
  • સ્વાગત એફોર્ડ રેસિ.ના ઉપરના ફ્લેટમાં પાર્ટી

ગુજરાત રાજ્યમાં કહેવાતી દારૂબંધીએ આજે ફરી એકવાર રાજયના પાટનગરને શર્મશાર કર્યું છે. પાટનગર ગાંધીનગર નજીક આવેલા એક ખાનગી એપાર્ટમેંટ માથી દારૂની મહેફિલ માણતા યુવક-યુવતી ઝડપાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર ખાતે આવેલા સરગાસણ નજીક આશ્કા હોસ્પિટલ પાછળ આવેલા ખાનગી એપાર્ટમેંટ માથી દારૂની મહેફિલ ઝડપાઇ છે. બાતમીને આધારે પોલીસે  સ્વાગત એફોર્ડ નામના એપાર્ટમેંટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દારૂની મહેફિલ માણતા ૧૩ યુવક-યુવતી ઝડપાયા છે. ઇન્ફોસિટી પોલીસે કરી તમામ ની અટકાયત કરી છે. જેમાં 9 મહિલાઓ સહિત 4 યુવકો દારૂ ની મહેફિલ માની રહ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ડિઝાઇનિંગ ક્ષેત્ર માં કામ કરતા યુવક-યુવતી ઓ દારૂની મહેફિલમાં સામેલ હતા. દારૂ સાથે ડ્રગ્સ લઈ રહ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ  ધરી છે.

ઓમિક્રોન / ઓમિક્રોન વેરિઅન્ટ બ્રિટન સહિત 8 દેશો પહોંચ્યો

ગુજરાત / કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?

New Varient / આ. આફ્રિકાથી ભારત આવેલા 2 લોકો કોરોના પોઝિટિવ, સરકારની વધી ચિતા