Not Set/ અલ્પેશ ઠાકોરને લઇને આંતરિક વિખવાદ ગરમાયો, રોયલ ઠાકોર સેના પ્રમુખનું નિવેદન આવ્યું સામે

ગાંધીનગર, અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના મામલે આંતરિક વિખવાદ ગરમાયો છે. વિખવાદને લઇને અલ્પેશ ઠાકોર સામે પડકાર ઉભો થયો છે. રોયલ ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, વ્યક્તિગત વિકાસ નહી પણ સમાજનો વિકાસ થવો જોઇએ. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવવાના નિર્ણય મામલે નિવેદન આપતા તેણે જણાવ્યુ હતુ કે, અલ્પેશ ભાજપમાં જોડાય તે તેનો આંતરિક મામલો […]

Top Stories Gujarat
mantavya 23 અલ્પેશ ઠાકોરને લઇને આંતરિક વિખવાદ ગરમાયો, રોયલ ઠાકોર સેના પ્રમુખનું નિવેદન આવ્યું સામે

ગાંધીનગર,

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના મામલે આંતરિક વિખવાદ ગરમાયો છે. વિખવાદને લઇને અલ્પેશ ઠાકોર સામે પડકાર ઉભો થયો છે. રોયલ ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, વ્યક્તિગત વિકાસ નહી પણ સમાજનો વિકાસ થવો જોઇએ.

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવવાના નિર્ણય મામલે નિવેદન આપતા તેણે જણાવ્યુ હતુ કે, અલ્પેશ ભાજપમાં જોડાય તે તેનો આંતરિક મામલો છે.

રમેશ ઠાકોરે ભાજપને વણમાગી સલાહ આપતા જણાવ્યુ હતુ કે ભાજપ ઝવેરી બને હીરા પારખે. ઠાકોર સેનાને બિન રાજકીય સંગઠન ગણાવતા જણાવ્યુ હતુ કે સમાજના છેવાડાના લોકોનો વિકાસ થયો નથી.

આગામી સમયમાં ઠાકોર સેનાનું મહાસંમેલન યોજાશે જેમાં મોટા પ્રમાણમાં ઠાકોર સેનાના કાર્યકરો ઉપસ્થિત રહેશે..સમાજના મોટા ભાગના લોકો સહકાર આપશે.

મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનામાં વિખવાદ ઉભો થયો છે ત્યારે ઠાકોર સેના કોના પક્ષમાં રહેશે તે જોવાનું રહેશે.