Not Set/ ગાંધીનગર: મહિલા વકિલે નોંધાવી સિનીયર વકિલ અને બિલ્ડર વિરૂધ દુષ્કર્મની ફરિયાદ

ગાંધીનગર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકિલ દ્રારા પોતાનાં જ સિનીયર વલિક જેમની સાથે તે પ્રેક્ટિસ કરે છે, , સહ મહિલા વકિલ અને સિનીયર વકિલનાં બિલ્ડર વિરૂધ ગાંધીનગર, સેક્ટર – 7  પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પાટનગરમાંં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. રાજ્યની રાજધાનીમાં મહિલા વકિલ દ્રારા પોતાના જ સહ વકિલો અને નામી બિલ્ડર વિરુધ […]

Top Stories Gujarat
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 ગાંધીનગર: મહિલા વકિલે નોંધાવી સિનીયર વકિલ અને બિલ્ડર વિરૂધ દુષ્કર્મની ફરિયાદ

ગાંધીનગર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકિલ દ્રારા પોતાનાં જ સિનીયર વલિક જેમની સાથે તે પ્રેક્ટિસ કરે છે, , સહ મહિલા વકિલ અને સિનીયર વકિલનાં બિલ્ડર વિરૂધ ગાંધીનગર, સેક્ટર – 7  પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પાટનગરમાંં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. રાજ્યની રાજધાનીમાં મહિલા વકિલ દ્રારા પોતાના જ સહ વકિલો અને નામી બિલ્ડર વિરુધ ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ત્રણેય આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર વકીલ ભગવાન રામચંદ્ર શર્મા, વિશ્વબંધુ ડાહ્યાલાલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. યુવતીની ફરિયાદ પ્રમાણે તે ભગવાન રામચંદ્ર શર્મા સાથે આસિ. તરીકે કામ કરે છે. શર્માએ યુવતીને સેક્ટર – 7માં મકાન રહેવા માટે આપ્યુ હતું. બિલ્ડર વિશ્વબંધુ પટેલનો સંપર્ક બી.આર. શર્મા મારફત થયો હતો.અગાઉ યુવતીને માસિક દસ હજાર પગાર અપાતો હતો. બાદ વિશ્વબંધુનો કેસ મળતા તેની પાસેથી ફી પેટે મોટી રકમ આવવાની હોવાથી ગાંધીનગરમાં ફ્લેટ અને વ્હીકલની તેમજ હોસ્ટેલ ચલાવવા અને તેમાંથી અડધી આવક આપવાની વાત શર્માએ કરી હતી.
rape full ગાંધીનગર: મહિલા વકિલે નોંધાવી સિનીયર વકિલ અને બિલ્ડર વિરૂધ દુષ્કર્મની ફરિયાદ

યુવતી સાથે ઓગષ્ટ -2018માં પ્રથમ વખત બી.આર. શર્માના સેક્ટર-1ના મકાનમાં દુષ્કર્મ આચરાયું હતું.યુવતી ત્યારે સેક્ટર-7માં રહેતી હતી. વકિલ તે દિવસે યુવતીના ઘરે આવ્યા હતા અને તેને ઓફિશીયલ કામ અર્થે પોતાના ઘરે લઇ ગયા હતા. બાદમાં યુવતી સેક્ટર-1માં વિદ્યાદિપ હોસ્ટેલમાં રહેવા ગઇ હતી. ત્યાં પણ શર્માએ યુવતીને ઘરે બોલાવી નશાયુક્ત પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ કામમાં મદદગાર તરીકે સ્વાતી ડાહ્યાલાલ આસુદિયા સામે પણ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ બિલ્ડર વિશ્વબંધુ ડાહ્યાલાલ પટેલ સામે પણ દુષ્કર્મની ફરિયાદ કરી છે. વિશ્વબંધુનો કેસ ભગવાન રામચંદ્ર શર્મા પાસે હોવાથી તેની યુવતી સાથે મુલાકાત થતી હતી.

બિલ્ડર વિશ્વબંધુએ હોસ્ટેલ ચલાવવા તથા ફ્લેટની લાલચ આપી હતી. તેની સાથે 12 મે 2019ના રોજ સેક્ટર-11 સ્થિત પ્રેસીડન્ટ હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. વિશ્વબંધુએ કેસની ચર્ચા કરવા હોટલમાં બોલાવી હતી જ્યાં તે ગર્ભવતી હોવા છતા તેની સાથે કુકર્મ આચર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.