Not Set/ સુરતની મહિલા સાથે અમદાવાદમાં ગેંગરેપ, પ્રેમીએ બળજબરીથી પોતાના મિત્ર સાથે મળી મહિલા પર આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં સુરતની મહિલા સાથે સામુહિક બળાત્કારનો બનાવ બન્યો છે. પ્રેમીએ બળજબરીથી પોતાના મિત્ર સાથે મળી મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 22 at 10.52.53 PM સુરતની મહિલા સાથે અમદાવાદમાં ગેંગરેપ, પ્રેમીએ બળજબરીથી પોતાના મિત્ર સાથે મળી મહિલા પર આચર્યું દુષ્કર્મ

@વિશાલ મહેતા,  મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ગુજરાતમાં મહિલાઓ પ્રત્યે અત્યાચારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં આવી જ એક ઘટના બની છે. અમદાવાદમાં સુરતની મહિલા સાથે સામુહિક બળાત્કારનો બનાવ બન્યો છે. પ્રેમીએ બળજબરીથી પોતાના મિત્ર સાથે મળી મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

WhatsApp Image 2021 03 22 at 10.52.54 PM સુરતની મહિલા સાથે અમદાવાદમાં ગેંગરેપ, પ્રેમીએ બળજબરીથી પોતાના મિત્ર સાથે મળી મહિલા પર આચર્યું દુષ્કર્મ

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુરતમાં રહેતી મહિલા તેના પ્રેમી સાથે પતિની જાણ બહાર અમદાવાદ આવી હતી. અહીં મહિલાએ પ્રેમીના મિત્ર સાથે સંબંધ બાંધવાની ના પાડતા પ્રેમીએ મહિલાને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દારૂના નશામાં પ્રેમીના મિત્ર અને પ્રેમીએ જજીસ બંગલો પાસે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી તેના પ્રેમી પાછળ એટલી પાગલ હતી કે તેણે પ્રેમીને 14000ની કિંમતનો મોબાઇલ પણ લઇ આપ્યો હતો. એટલું જ નહીં, પ્રેમીએ વિશ્વાસમાં લઇ યુવતીના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે 80,000 રુપિયા પણ ઉપાડી લીધા હતા. ત્યારબાદ આરોપી પલાયન થઇ ગયો હતો અને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. વસ્ત્રાપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.