Political/ ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું

ગુજરાતમાં હજુ પા પા પગલી માંડતી આપમાં પણ ગાબડું જોવા મળ્યું છે. 

Top Stories Gujarat Surat
ગાઝીપુર 22 ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું

@સંજય મહંત , સુરત 

ગુજરાત રાજ્યમાં ચૂંટણીની મોસમ પુર બહારમાં ખીલી છે. દરેક પાર્ટી બીજાના ગઢમાં ગાબડા પાડવામાં વ્યસ્ત અને મસ્ત છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહીત આપ અને BTP  અને AIMIM  પણ મેદાનમાં હોવાથી ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ પા પા પગલી માંડતી આપમાં પણ ગાબડું જોવા મળ્યું છે.  સુરતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું વિપુલ કાછડિયા સહિત 400 કાર્યકરો NCP માં જોડાયાહોવાની વિગતો સામે આવી રહી છે.

Covid-19 / છેલ્લા 24 કલાકમાં દેશમાં 110 લોકોનાં મોત સાથે નોધાયા માત્ર આટલાં જ કેસ…

સુરતમાં આમ આદમી પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં પુરજોશમાં દેખાવો કરી ને લોકોમાં હજી પોતાની ઓળખ ઉભી કરી રહી છે ત્યાંજ આજે સુરતના કોસાડ વિસ્તારના આમ આદમી કાર્યકરોની ટિકિટની નારાજગી ને લઈને વિપુલ કાછડિયા, પ્રીતિ ભુવા, મનીષ હિરપરા સહિત તેમની ટિમ 400 જેટલા કાર્યકરો લઈને NCP ના સુરત ખાતેના મુખ્ય કાર્યાલય ખાતે વિધિવત રીતે આપના કાર્યકરો ને NCP નો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ પ્રસંગે નયન માવાણી, હિતેશ વધાસિયા અને  કૈલાશ ખટિક સહિત હાજર રહ્યા હતા.

penalty / હવે જો યુવાનો બુલેટ ફૂલ સ્પીડમાં હંકારશે તો તેની ખેર નહીં…

પક્ષાંતર સ્પષ્ટ કરે છે કે  આપ માં ટિકિટ ને લઈને કકળાટ શરૂ થયો છે ત્યારે જોવું રહ્યું કે આ વખતની સ્થાનિક ચૂંટણીમાં આગળ કોણ બાજી મારશે એતો મતદાતાઓ જ નક્કી કરશે પણ હાલ NCP એ બીજી ટિકિટની યાદી જાહેર કરી છે જેમાં વધુ 11 નામો આજે જાહેર કરતા NCP પણ આ ચૂંટણીમાં ફાઈટ આપે તો નવાઈ નહિ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…