Ahmedabad/ ગરબા નામંજૂર, નવરાત્રી સાથે સંકળાયેલા બિઝનેસને 150 કરોડનાં નુકશાની શક્યતા

નવરાત્રીના પર્વની શરૂવાત થઇ ચુકી છે ત્યારે કોરોના કાળે તહેવારોની ઉજવણી બદલી નાખી છે. નવરાત્રી માં પાર્ટી પ્લોટ મા દિવાળી જેવો

Top Stories Ahmedabad Gujarat
a 1 ગરબા નામંજૂર, નવરાત્રી સાથે સંકળાયેલા બિઝનેસને 150 કરોડનાં નુકશાની શક્યતા
@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
નવરાત્રીના પર્વની શરૂવાત થઇ ચુકી છે ત્યારે કોરોના કાળે તહેવારોની ઉજવણી બદલી નાખી છે. નવરાત્રી માં પાર્ટી પ્લોટ મા દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે. પણ આ વર્ષે પાર્ટી પ્લોટ માં નવરાત્રી ની મજૂરી ના મળતા નવરાત્રી સાથે સંકળાયેલા બિઝનેસ ને 150 કરોડ રૂપિયા નું નુકશાન થયું છે.
નવરાત્રી  દરમ્યાન અમદાવાદ ના અનેક પાર્ટી પ્લોટોમાં માં માનવ મહેરામણ ઊમટતુ હોય છે અને દર વર્ષે અમદાવાદ માં આવેલ અંદાજિત 200 જેટલા નાના મોટા પાર્ટી પ્લોટ માં નવરાત્રી નું આયોજન થતું હોય છે. અને આ પાર્ટી પ્લોટોમાં નવરાત્રી દરમ્યાન  20 લાખ થી વધારે લોકો  ગરબે ઘૂમતા હોય છે. પણ આ વર્ષે પાર્ટી પ્લોટ ને નવરાત્રી આયોજન ની મજૂરી ના મળતા નવરાત્રી સાથે સંકળાયેલ બિઝનેસ ને 150 કરોડ નું નુકશાન થશે.
અમદાવાદ મા આવેલ 200 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબા ના યોજાતા પાર્ટી પ્લોટ માલિકો ને 40 કરોડ રૂપિયા નું નુકશાન થશે . જો કે, આ નવરાત્રી મા પાર્ટી પ્લોટ મા યોજાતા ગરબા મા સાઉન્ડ સિસ્ટમ ,કેટરીગ બેન્ડ ઓરકેસ્ટ ના બિઝનેસ સાથે સંકળાયેલ લોકો ને રોજગારી મળતી હોય છે. પણ નવરાત્રી આયોજન રદ થતા હવે આ બિઝનેસ ને નુકશાન થશે .
પાર્ટી પ્લોટ માલિકો ને કરોડોનું નુકશાન …
સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલ બિઝનેશ ને 25 કરોડ  નું નુકશાન…
કેટરીગ વ્યવસાય ને 50 કરોડ નું નુકશાન …
બેન્ડ ઓર્કેસ્ટા  15 કરોડ રૂપિયા 
સિક્યુરિટી બિઝનેસ ને 6 કરોડ રૂપિયા નું નુકશાન …
આમ નવરાત્રી  ના યોજાતા ના માત્ર પાર્ટી પ્લોટ માલિકો પણ નવરાત્રી સાથે સંકળાયેલ બિઝનેશ ને નુકશાન થયું છે  . ગુજરાત ભરમાં દિવાળી પહેલા નવરાત્રી મા ઉત્સાહ ભેર ઉજવણી કરીને કરોડો રૂપિયા નો ખર્ચ કરતા હોય છે. પરંતુ નવરાત્રી ના યોજતા વેપારી ને નુકશાન છે તો બીજી બાજુ ખેલયા મા પણ નિરાશા સાંપડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન