#Indian_temple/ કાશી વિશ્વનાથ મંદિરના ફેસબુક પેજ પર પોસ્ટ કરીઅશ્લિલ તસવીરો

હેકર્સે મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું

Top Stories India
Beginners guide to 2024 04 06T163202.138 કાશી વિશ્વનાથ મંદિરના ફેસબુક પેજ પર પોસ્ટ કરીઅશ્લિલ તસવીરો

Uttarpradesh news : શનિવારે સવારે સાયબર હેકર્સે કાશી વિશ્વનાથ મંદિરના ફેસબુક એકાઉન્ટને હેક કરી લીધું હતું. બાદમાં હેકરે પેજ ઉપર કેટલીય અશ્લિલ તસ્વીરો શેર કરી હતી. જોકે મંદિર ટ્રસ્ટ તરફથી ફરિયાદ મળ્યા બાદ સાયબર સેલની ટીમોએ તેને થોડા સમયમાં રિકવર પણ કરી લીધું હતું. બીજીતરફ મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરાઈ છે. જેને પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને મામાલાની તપાસ શરૂ કરી દીધી છે.

કાશી વિશ્વનાથ પ્રશાસને એક પ્રેસ સિલીઝ બહાર પાડીને કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વોએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. બીજીતરફ આ સાયબર ક્રિમીનલની ઓળખ માટે સતત તપાસ ચાલી રહી છે. આ અસુવિધાને કારણે મંદિરના સત્તાવાળાઓએ દુખ વ્યક્ત કર્યું છે.

ફેસબુક પર મંદિરનું ઓફિશીયલ પેજ શ્રી કાશી વિશ્નવનાથ મંદિર ટ્રસ્ટના નામે બનેલું છે. મંદિરની મિડીયા ટીમે રોજની જેમ સવારે 10 વાગ્યે મંગલા આરતીના ફોટો ફેસબુક પેજ પર અપલોડ કર્યા હતા. તેના થોડા સમયમાં જ સાયબર હેકર્સે ફેસબુક પેજ હેક કરી લીધુ. બાદમાં અનેક અશ્લિલ ફોટા પોસ્ટ કરાયા હતા. પેજ ઉપર એક પછી એક તસ્વીરો પોસ્ટ થતા ચકચાર મચી ગઈ હતી. જેને જોઈને મંદિરની મિડીયા ટીમે તેને રિકવર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.ત્યારબાદ મંદિર પ્રશાસને પોલીસ ફરિયાદ કરી હતી.સાયબર ટીમોએ સાથે મળીને તેને રિકવર કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે

.