પ્લેટિનમ જ્યુબિલી/ લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગરબા-પહેરવેશ બન્યા આકર્ષણનું કેન્દ્ર,સુપરસ્ટાર ટોમ ક્રૂઝ પ્રભાવિત થયા

લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને ખેલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના સુપર સ્ટાર આફરીન થયા હતા

Top Stories Gujarat
2 24 લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગરબા-પહેરવેશ બન્યા આકર્ષણનું કેન્દ્ર,સુપરસ્ટાર ટોમ ક્રૂઝ પ્રભાવિત થયા

લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને ખેલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના સુપર સ્ટાર આફરીન થયા હતા.મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. તેમની સાથે 50 ખેલૈયા ઝુમી ઉઠયા હતા. કલાના કામણથી હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખૂબ પ્રભાવિત થયા હતા. અન્ય હોલિવૂડ કલાકારો ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આજથી લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળે 70 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનમ જ્યુબિલી વર્ષ મનાવી રહ્યું છે ત્યારે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાત માટે ખાસ કરીને  સમાચાર એ છે કે લંડન પેલેસ પ્રિમાઇસીસ એરિયામાં વિન્ડસર કેસલ ખાતે મૂળ કચ્છ નારાણપર હાલે લંડનની સિંગર પ્રીતિ વરસાણી કે જે શાહી પરિવારના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટનની મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત `ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી સે’ સાથે ગુજરાતી ગરબો રજૂ કરાયો હતો. આ પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારોની વચ્ચે બોલીવૂડના મૂળ ઇન્ડિયન હાલે લંડન એવા ગાયિકા કચ્છના પ્રીતિ વરસાણીની પસંદગી કરવામાં આવી છે, અન્ય એક બોલીવૂડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શાહી પરિવાર તરફથી દુનિયાના ખ્યાતનામ ફેમસ ફોરેનર્સ (ગોરા લોકો)એ આ ગીતને સંગીત આપ્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી લંડનમાં ગુજરાતી સંસ્કૃતિને લઈને યુવાનોમાં ઉદાસીનતા દેખાય છે તેવામાં પ્રીતિ વરસાણી, મ્યુઝિક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરાં સલાટ આ ત્રણે જણાએ 2016માં લંડન ખાતે `રંગીલો ગુજરાત’ના  શીર્ષક તળે ગુજરાતમાંથી 60થી 65 ઉમદા કલાકારોને લંડન બોલાવીને ત્યાં ગુજરાતી લોકોને પોતાની સંસ્કૃતિ અને કલાનાં દર્શન કરાવ્યા હતા,