Viral Video/ કચરો વીણનારી મહિલા બોલી કડકડાટ ઈંગ્લીશ, વિડીયો જોઈને તમે પણ કહેશો વાહ

બેંગ્લોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા જે કચરો વીણે છે તે અસ્ખલિત અંગ્રેજી બોલતી જોવા મળે છે…

Videos
કચરો

જે દેખાય છે તે હોતું નથી અને જે છે તે ઘણી વખત જે હોય છે તે દેખાતું નથી. આ કહેવત તમે ઘણી વખત સાંભળી હશે. ઘણી વખત લોકોને ખ્યાલ નથી આવતો કે તેમની અંદર કઈ પ્રતિભા છુપાયેલી છે. એટલા માટે જ કહેવાય છે કે કોઈને માત્ર જોઈને જ તેના વિશે ધારણાઓ ન કરવી જોઈએ. લોકો કલ્પના પણ કરી શકતા નથી કે જે સ્ત્રી શેરીમાં કચરો વીણે છે તે એટલુ અદ્ભુત અંગ્રેજી બોલી શકે છે કે સાંભળ્યા પછી જ લોકોની જીભ અટકી જાય છે.

આ પણ વાંચો :22 ફૂટ લાંબા સાપને ખભા પર લઈને જતો જોવા મળ્યો યુવક, વિડીયો જોઇને તમે ચકિત થઇ જશો

આજકાલ, બેંગ્લોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા જે કચરો વીણે છે તે અસ્ખલિત અંગ્રેજી બોલતી જોવા મળે છે. આ વીડિયોમાં મહિલાને જોઈને, તમે વિશ્વાસ નહીં કરી શકો કે તે એટલી સારી રીતે અંગ્રેજી બોલે છે. વીડિયો વાયરલ થતાં જ આ મહિલાએ ઇન્ટરનેટ જગત પર પ્રભુત્વ જમાવી દીધું છે.

સોશિયલ મીડિયા પર સચિના હેગર નામની મહિલાએ આ વીડિયો શૅર કર્યો છે. સચિનાએ જણાવ્યું કે, કામના સંબંધમાં રસ્તાથી પસાર થતી વખતે તેમની મુલાકાત કચરો વીણનારી આ મહિલા સાથે થયો. જ્યારે બંનેની વાતચીત શરુ થઈ તો તેમણે નોંધ્યું કે કચરો વીણનારી મહિલા ફાંકડું અંગ્રેજી બોલી શકે છે. તેણે અંગ્રેજીમાં જ સચિનાને પોતાના વિશેની વાતો જણાવી.

 

View this post on Instagram

 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)

આ પણ વાંચો :દુકાનમાં ફરતા બતકનો ક્યુટ વિડીયો થયો વાયરલ, જોઇને તમે પણ થઇ જશો ખુશ

સચિના હેગરે આ વીડિયો રેકોર્ડ કર્યો પરંતુ મહિલાનું નામ પૂછવાનું રહી ગયું. આ મહિલાએ જણાવ્યું કે, તે 7 વર્ષ સુધી જાપાનમાં રહીને આવી છે. ત્યાં તે એક ઘરમાં કામ કરતી હતી. જ્યારે લોકોને તેની જરૂર ન રહી તો તેને પરત મોકલી દીધી. ભારતમાં કોઈ કામ ન મળતાં તેણે રસ્તાના કિનારાથી કચરો વીણીને તેને વેચી ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. તેના માધ્યમથી જ તેનું ઘર ચાલે છે.

આ પણ વાંચો :દોસ્તને જોઈને સ્ટંટ કરવું યુવકને પડ્યું ભારે, સોશિયલ મીડિયામાં થઇ બેજ્જતી

સચિના હેગરેએ લાંબા સમય સુધી આ મહિલા સાથે વાતચીત કરી. વાતચીતના ક્રમમાં જ્યારે સચિનાએ પૂછ્યું કે, શું તેઓ એકલા જ રહે છે તો જીસસ ક્રાઇસ્ટની તસવીર દર્શાવીને તેમણે કહ્યું કે, ભગવાન હોય તો કોઈ એકલું કેવી રીતે રહી શકે છે? આ વાતને સચિનાને ઇમોશનલ કરી દીધી. હવે સચિનાએ આ વીડિયો શેર કરીને લોકોને અપીલ કરી છે કે તેઓ આ મહિલાને શોધીને તેની મદદ કરે. લોકોને આ વીડીયો  ખૂબ પસંદ આવી રહ્યો છે. દરેક વ્યક્તિ મહિલાનું અંગ્રેજી અને તેની વાતચીત કરવાની રીતથી પ્રભાવિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો :સોશિયલ મીડિયા પર છવાઈ આ ગુજરાતી મહિલા, કોઇપણ ટેકા વિના ચડી ગઈ વીજ પોલ પર

આ પણ વાંચો : છોકરી ગઈ રહી હતી કાટ કે કલેજા દિખા દેંગે… અચાનક તેની મમ્મીએ આવીને માર્યો લાફો, જુઓ