ગારિયાધાર 108/ બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ

ભાવનગર જિલ્લામાં ગારિયાધાર પાસે સવારે પાંચ વાગે પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ આવ્યો હતો. આ કેસના પગલે 108 ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે દર્દી શારદાબેન રમેશભાઈ બળદ ગાડીમાં બેસીને આવતા હતા. તેમને અચાનક જ ડિલિવરીનો દુઃખાવો ઉપડતા 108ના ઇએમટી અજય ડાભી અને પાયલોટ  ચેતનસિંહે ગોહિલે એમ્બ્યુલન્સની સાઇડની ફોકસ લાઇટ શરૂ કરીને તેમની બળદ ગાડામાં જ ડિલિવરી કરાવી હતી. 

Gujarat
Gariyadhar 108

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 108ની સેવા ફક્ત અકસ્માતમાં Gariyadhar 108 કામ આવે છે તેવું નથી, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેનારી વ્યક્તિને બીજી કોઈપણ તકલીફ થાય તો સૌથી પહેલા 108ની એમ્બ્યુલન્સ જ કામ આવે છે. આના પગલે 108ની એમ્બ્યુલન્સ સેવા રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા દર્દીઓ માટે મોટી સુખાકારી બનીને બહાર આવી છે.

108એ કેટલાય દર્દીઓને સાજા કર્યાના કિસ્સા છે. આવા જ એક કિસ્સામાં Gariyadhar 108 ભાવનગર જિલ્લામાં ગારિયાધાર પાસે સવારે પાંચ વાગે પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ આવ્યો હતો. આ કેસના પગલે 108 ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા જ્યારે કમોસમી માવઠાના લીધે વરસાદમય વાતાવરણ હતું. આ સમયે દર્દી શારદાબેન રમેશભાઈ બળદ ગાડીમાં બેસીને આવતા હતા. તેમને અચાનક જ ડિલિવરીનો દુઃખાવો ઉપડતા 108ના ઇએમટી અજય ડાભી અને પાયલોટ  ચેતનસિંહે ગોહિલે એમ્બ્યુલન્સની સાઇડની ફોકસ લાઇટ શરૂ કરીને તેમની બળદ ગાડામાં જ ડિલિવરી કરાવી હતી.

ડિલિવરી કરાવ્યા પછી દર્દીને ચક્કર અને ધ્રૂજાહી આવતી હોવાથી ઇએમટી Gariyadhar 108 અજયભાઈએ તાત્કાલિક હેડ ઓફિસ પર રહેલા ડોક્ટરની સલાહ લઈને તેમને તાત્કાલિક ઓક્સિજન, ઇન્જેકશન, પ્રવાહી બોટલ વગેરે પૂરુ પાડી સારવાર કરીને માતા તથા બાળક બંનેનો જીવ બચાવ્યો હતો. તેના પછી દર્દીને તરત જ વધુ સારવાર અર્થે ગારિયાધાર હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં બાળક અને માતા બંને જોખમ બહાર છે. આના પગલે દર્દીના સગાવ્હાલા તથા ખેડૂત સહિત ગ્રામજનોએ 108નો આભાર માન્યો હતો.

આમ ઇએમડી અજય ડાભી અને પાયલોટ ચેતનસિહ ગોહિલે 24 કલાકમાં જુદા-જુદા Gariyadhar 108 ગામ ડમરાળા અને પચ્છે ગામે ઘટનાસ્થળ પર ગંભીર ડિલિવરી કરાવી હતી અને માતા તથા બાળકને સારવાર આપી હતી. આમ 108 ગારિયાધાર જિલ્લામાં દર્દીઓની સેવા માટે ખડેપગે છે. 108 દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં આ રીતે મહત્વની સારવાર પૂરી પાડીને દર્દીઓના જીવ બચાવવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ India-British High Comission/ ભારતની જેવા સાથે તેવા નીતિઃ બ્રિટિશ રાજદૂતાવાસની સુરક્ષા ઘટાડી

આ પણ વાંચોઃ Uttar Pradesh/ બાગેશ્વર બાબા બાદ હવે ચર્ચામાં આવ્યા કાનપુરના કરૌલી બાબા

આ પણ વાંચોઃ 6G Vision Document PM Modi/ 5G છોડો, PM નરેન્દ્ર મોદીએ રજૂ કર્યું 6G વિઝન ડોક્યુમેન્ટ