હોબાળો/ વલસાડમાં ગરબા કવીનના પ્રોગ્રામમાં રંગમાં ભંગ : ટિકીટના પૈસા પરત કરવા પડ્યા

લોકો દ્વારા કરવામાં આવતા આ હંગામાના કારણે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકને કાર્યક્રમ પેહલા જ નીકળી જવાની ફરજ પડી

Top Stories Entertainment
ગરબા કવીન

વલસાડમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનો કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં આયોજક દ્વારા લાઈટ,સાઉન્ડ, પાર્ટી પ્લોટ તેમજ બાઉન્સરને સમયસર નાણાં નહી ચૂકવાતાં હંગામો થયો હતો. નાણા ખર્ચીને આવનાર લોકોએ આયોજકની સામે હલ્લાબોલ કર્યો હતો. લોકો દ્વારા કરવામાં આવતા આ હંગામાના કારણે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકને કાર્યક્રમ પેહલા જ નીકળી જવાની ફરજ પડી અને પાસ લેનારને અંતે નાણાં પરત આપવામાં આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસ મથક ના પી.એસ.આઇ સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મળતી વિગત અનુસાર વલસાડમાં રવિવારે સાંજે ગરબા કવીન ફાલ્ગુની પાઠકનો એક લાઈવ પ્રોગ્રામ યોજાયો હતો. પરંતુ ફાલ્ગુની પાઠકને પ્રોગ્રામ પહેલા જ સ્થળ છોડવું પડ્યું હતું કારણકે કાર્યક્રમના સ્થળ પર  મોટો હોબાળો થયો હતો. બનાવની વિગત એવી છે કે, આયોજક દ્વારા લાઈટ,સાઉન્ડ, પાર્ટી પ્લોટ તેમજ બાઉન્સરને સમયસર નાણાં નહી ચૂકવાતાં હોબાળો થયો હતો. નાણા ખર્ચીને આવનાર લોકોએ આયોજકની સામે હલ્લાબોલ કર્યો  હતો. દર્શકો અને ઇવેન્ટ  ઓર્ગેનાઇઝર દ્વારા હોબાળો થતાં ફાલ્ગુની પાઠક સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. માથાકૂટ ખૂબ વધી જતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. જો કે આયોજકોએ લોકોના પાસાના નાણાં પરત કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખને છે કે   કિંજલ દવેના એક કાર્યક્રમમાં દર્શકો દ્વારા ખુરશીઓ ફગાવવામાં આવી હતી. ચાહકો ઝુમી ઉઠ્યા હતા. ચાહકો દ્વારા ખુરશીનો મોટો ઢગલો કરીને તેની પર ચડ્યા હતા. આ ઉપરાંત વધેલી ખુરશીઓ ઉછાળવા લાગ્યા હતા. જેના કારણે કાર્યક્રમમાં સેંકડો ખુરશીઓનો ખુરદો બોલી ગયો હતો. છાકટા થયેલા લોકોએ અનેક ખુરશીઓ તોડી નાખી હતી.    આવી જ એક બીજી ઘટના સુરતમાં બની હતી. સુરતમાં પણ આયોજીત થયેલા એક ડાયરામાં પાણીની બોટલો અને ગાદલાઓ ઉછળ્યા હતા. અનેક અસામાજિક તત્વો દ્વારા ડાયરામાં પાણીની બોટલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આટલેથી નહી અટકતા લોકોને બેસવા માટે પાથરવામાં આવેલા ગાદલાઓ પણ ઉછાળવામાં આવ્યા હતા. જેના પગલે ડાયરાના આયોજકો દ્વારા થોડા સમય માટે ડાયરો અટકાવવાની ફરજ પડી હતી. આયોજકો દ્વારા આરોપ લગાવાયો કે આ લોકો દારૂ પીને આવ્યા હતા. કાર્યક્રમ બગાડવાના ઇરાદા સાથે જ આવ્યા હતા.

આ પણ વાંચો : હિન્દુત્વ કોઈ હંગામો નથી,સંસ્કાર છે,હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો મોદી અને શાહના ઘરે જાવ